વ્યસનીઓ સાવધાન:ઓલપાડમાં જાનની બસમાંથી ગુટકો થૂંકવા દરવાજેથી નીચા વળેલો યુવક રોડ પર પટકાતાં મોતને ભેટ્યો

સુરત22 દિવસ પહેલા
મૃતક ભુપેન્દ્ર(ફાઈલ તસવીર) બસમાંથી પટકાયા બાદ સિવિલ હોસ્પિટલ લવાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
  • ડ્રાઈવર મિત્રની સાથે મૃતક ટાઈમ પાસ કરવા જાનમાં ગયો હતો

ઓલપાડના અંભેટા ગામ નજીક જાનૈયાઓ ભરેલી લક્ઝરી બસમાંથી એક યુવક શંકાસ્પદ રીતે નીચે પટકાતાં મોતને ભેટ્યો હોવાનું સમયે આવ્યું છે. બુધવારે મળસ્કે બનેલી ઘટના બાદ બસનો ચાલક યુવકને 108ની મદદથી સિવિલ લઈ આવતાં મૃત જાહેર કરાયો હતો. બસચાલક વિપુલે જણાવ્યું હતું કે કાળનો કોળિયો બનેલો ભૂપેન્દ્ર મારો સારો મિત્ર હતો. વિમલ ગુટકો થૂંકવા જતાં બેલેન્સ ગુમાવ્યું ને ચાલુ બસમાંથી નીચે પડી ગયો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મૃતકના સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મૃતકના સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

બૂમાબૂમથી થઈ હતી
લકઝરી બસના ચાલક વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે ઓલપાડના સેગવા ગામથી લગ્નપ્રસંગ પૂરો થયા બાદ જાનૈયાઓથી ભરેલી બસ લઈ ઓલપાડના સિદ્ધનાથ મહાદેવના મંદિર આવી રહ્યા હતા. અંભેટા ગામ નજીક ભૂપેન્દ્ર કરશન સુરતી ચાલુ બસે વિમલ ગુટખા થૂંકવા જતાં નીચે પડી ગયો હતો. બૂમાબૂમ થઈ જતાં તાત્કાલિક બસ ઊભી રાખી બધા દોડી ગયા હતા. 108ની મદદથી ઇજાગ્રસ્ત ભૂપેન્દ્રને સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતાં મૃત જાહેર કરાયો હતો.

બસમાંથી નીચે પટકાયેલા યુવકને 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
બસમાંથી નીચે પટકાયેલા યુવકને 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

મૃતક ડાઇવોર્સી હતો
મૃતકના નાના ભાઈ રણજિત સુરતીએ જણાવ્યું હતું કે ભાઈ ભૂપેન્દ્ર ડાઇવોર્સી હતો. એક 12 વર્ષનો દીકરો છે. માતા અને નાના ભાઈ-ભાભી સાથે રહેતો હતો. લૂમ્સ ખાતામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. મંગળવારના રોજ મિત્ર સાથે ગયો હતો. ત્યાર બાદ મળસ્કે અકસ્માતની જાણ થઈ હતી. ભૂપેન્દ્રના મોતના સમાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

સિવિલના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.
સિવિલના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.

દરવાજેથી નીચે પડ્યો
વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે કામથી કંટાળી ગયો હોવાથી અને લગ્નસરાની સીઝન હોવાથી ભૂપેન્દ્ર મારી સાથે ફરવા જ આવ્યો હતો. મળસ્કે મારી પાસેથી લીધેલું વિમલ ખાધા બાદ બસના દરવાજે ઊભો રહી થૂંકવા જતાં હાથ સ્લિપ મારી ગયો હતો. મારી નજર સામે નીચે પડી જતા જોઈ તાત્કાલિક બ્રેક મારી બસ ઊભી રાખી દીધી હતી છતાં ભૂપેન્દ્રને બચાવી ન શક્યો એનું દુઃખ છે.