તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:સુરતમાં NRI વૃદ્ધ દંપતિના બંગલામાં ચોરોએ હાથ સાફ કર્યો, તસ્કરો CCTVમાં કેદ

સુરત5 મહિનો પહેલા
તસ્કરો સીસીટીવીમાં કેદ થયા.
  • ધાડપાડું ગેગના 5 જણા સીસીટીવીમાં કેદ થયા

સુરતના ડભોલી સિંગણપોર વિસ્તારમાં તસ્કરોનો આંતક સામે આવ્યો છે. મોટી વેડ ગામમાં એકલા રહેતા NRI વૃદ્ધ દંપતિના બંગલા માં ચોરો એ હાથ સાફ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે. તસ્કરો બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ્યા હોવાનું બહાર આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. જોકે, તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યા છે.બે દિવસ અગાઉ પણ ધાડપાડું ગેંગ આજ વિસ્તારના એક બંગલા માં ચોરી કરી ગયા હતા.

પરિવાર જાગી જતા બુમાબૂમ કરતા તસ્કરો ભાગી ગયા
પોલીસે જણાવ્યું હતું કે, ધાડપાડું ગેગના 5 જણા સીસીટીવીમાં થયા કેદ થઈ ગયા છે. પરિવાર જાગી જતા બુમાબૂમ કરતા તસ્કરો ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, કર્ફ્યૂ દરમિયાન ધાડપાડું ગેગ આંતક મચાવતા પોલીસ પેટ્રોલિંગ પર પ્રશ્નો ઉભા થયા છે. ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

તસ્કરો બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ્યા હોવાનું બહાર આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
તસ્કરો બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ્યા હોવાનું બહાર આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

40 હજાર રૂપિયા લઈ ગયા હોવાની શક્યતા
રાજુભાઇ પટેલ (NRI, કમુબેનના ભાણીયા) એ જણાવ્યું હતું કે મામા મામી બન્ને અમેરિકાના રહેવાસી છે. 4 પુત્ર અને 2 પુત્રીઓ હાલ અમેરિકામાં જ રહે છે. મામ ને પેરાલીસીસ હોવાથી વૃદ્ધ મામા-મામી 4 વર્ષથી સુરત મોટીવેડ દરગાહ પાસે પોતાના ખેતરમાં બનાવેલી વાડીમાં રહે છે. રાત્રે કેટલાક અજાણ્યા ઈસમો બંગલાની ગ્રીલ તોડીને પ્રવેશ કર્યા બાદ રોકડ 30-40 હજાર લઈ ગયા હોવાનું હાલ બહાર આવ્યું છે. મામી સવારે જાગતા બંગલાની વેરવિખેર હાલત જોઈ ચોંકી ગયા હતા અને પડોશી-સગાઓને ફોન કરી જાણ કરી હતી.

બંગલાની વેરવિખેર હાલત જોઈ ચોંકી ગયા હતા.
બંગલાની વેરવિખેર હાલત જોઈ ચોંકી ગયા હતા.

બાજુના બંગલામાં પણ ચોરીનો પ્રયાસ
વધુમાં જણાવ્યું હતું કે, કમુબેનના બગલાની બાજુમાં જ એમના નાના દિયર ઈશ્વર પટેલનો બંધ બગલો છે લગભગ એમાં પણ ચોરીનો પ્રયાસ કરાયો હોય એમ લાગે છે. જોકે હાલ તેઓ અમેરિકામાં છે અને એમને જાણ કર્યા વગર પ્રવેશ કરવો નથી. પોલીસ તપાસ કરી રહી છે.