કોરોના સુરત LIVE:નવા કેસમાં નજીવો ઘટાડો, 6 વિદ્યાર્થીઓ, વેપારી સહિતના સંક્રમિત, એક્ટિવ કેસ ઘટીને 727 થયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં 207144 લોકોને કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે

સુરત શહેર-જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે નવા 89 કેસ નોંધાયા હતા. સિટીમાં 75 કેસ અને જિલ્લામાં 14 કેસ નોંધાયા હતા. છેલ્લા 124 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 727 એક્ટિવ કેસ છે. જેમાંથી 18 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વધુ 97 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થી, વેપારી સહિતના સંક્રમિત
શહેરમાં સામે આવેલા પોઝિટિવ કેસમાં 6 વિદ્યાર્થીઓ, વેપારી, બ્રોકર, ટેલર, રીક્ષા ડ્રાઈવર, ટેક્ષટાઈલ કર્મચારી તેમજ અન્ય નોકરીયાતો સહિતના સંક્રમિત થયા છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને પગલે શહેર-જિલ્લામાં એક્ટિવ કેસ 5 ગણા થયા છે. 18 જૂને એક્ટિવ કેસ 141 હતાં જે વધીને પાંચ ગણા એટલે કે 727 થઈ ગયા છે.

શહેરમાંથી 86 વ્યક્તિ કોરોનામુક્ત
શહેરમાં 75 અને જિલ્લામાં 14 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 89 કેસ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 207144 થઈ છે. શહેરમાં 86 અને જિલ્લામાં 11 મળી શહેર-જિલ્લામાં 97 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 204177 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...