• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Navsari Civil, Dr. Neha Patel Gave Birth To 24 Infected Women In 1 Year, 12 Successful Deliveries In April This Year.

આજે મધર્સ ડે:નવસારી સિવિલમાં ડૉક્ટર નેહા પટેલે 1 વર્ષમાં 24 કોરોના સંક્રમિત મહિલાની પ્રસૂતિ કરાવી, આ વર્ષે એપ્રિલમાં જ 12 સફળ પ્રસૂતિ

નવસારી, સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર નવસારી સિવિલ હોસ્પિટલની છે. આ નવજાત શિશુઓ ગત એપ્રિલમાં જન્મ્યાં હતાં. - Divya Bhaskar
આ તસવીર નવસારી સિવિલ હોસ્પિટલની છે. આ નવજાત શિશુઓ ગત એપ્રિલમાં જન્મ્યાં હતાં.

આ તસવીર નવસારી સિવિલ હોસ્પિટલની છે. આ નવજાત શિશુઓ ગત એપ્રિલમાં જન્મ્યાં હતાં. એપ્રિલમાં અહીં 12 બાળકો જન્મ્યા હતાં અને દરેક બાળકની માતા કોરોનાથી સંક્રમિત હતી. તેમાં 6 સિઝેરિયન અને 6 નોર્મલ ડિલિવરી થઈ હતી. છેલ્લા એક વર્ષમાં અહીં કોરોના સામે ઝઝૂમી રહેલી 24 સગર્ભાની ડિલિવરી કરવામાં આવી હતી. સિવિલના ગાયનેકોલોજિસ્ટ ડૉ.નેહા પટેલે આ ડિલિવરી કરાવી હતી. તમામ માતાઓએ મધર્સ ડે નિમિત્તે ભાસ્કરના આગ્રહ પર વાચકો માટે આ તસવીર ઉપલબ્ધ કરાવી છે.

ડૉક્ટર નેહા પટેલની તસવીર
ડૉક્ટર નેહા પટેલની તસવીર

બીજી બાજુ... સુરતમાં 56 પોઝિટિવ મહિલાઓની સફળ પ્રસૂતિ
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં 600 જેટલી સગર્ભાની ડિલિવરી થઈ, જે પૈકી 44 કોરોના પોઝિટિવ હતી. જોકે, આ બાળકો પૈકી એક પણ પોઝિટિવ નથી. સ્મીમેર હોસ્પિટલના ડૉ.અશ્વિન વાછાણીએ જણાવ્યું કે, અહીં માર્ચ-એપ્રિલ દરમિયાન 716 સગર્ભાની ડિલિવરી કરાઈ હતી, જેમાં 16 પોઝિટિવ સગર્ભા પૈકી 12ની સફળ ડિલિવરી કરાઈ. તેમાંથી એક પણ બાળક પોઝિટિવ નથી સિવિલમાં બાળરોગ વિભાગના વડા વિજય શાહે કહ્યું કે, માતા પોઝિટિવ હોય અને બાળક નેગેટિવ હોય તો માતા સ્તનપાન કરાવી શકે. તેનાથી બાળકને કોરોનાનું જોખમ નહિવત્ છે.

અન્ય સમાચારો પણ છે...