કાર્યવાહી:નાનપુરામાં કુખ્યાત સજ્જુ કોઠારીએ ગેરકાયદે ચણી દીધેલી મીલકતોને આખરે તોડી પડાઈ

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગેરકાયદે તાણી દેવાયેલા બાંધકામ પર પાલિકાના હથોડા ઝિંકાયા હતા. - Divya Bhaskar
ગેરકાયદે તાણી દેવાયેલા બાંધકામ પર પાલિકાના હથોડા ઝિંકાયા હતા.
  • એક મહિનામાં સજ્જુ સામે લેન્ડગ્રેબિંગ સહિત ચાર ગુના નોંધાયા બાદ કાર્યવાહી
  • પોલીસના 90 કર્મચારીના બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન, બે છેડે ગેટ બનાવી બ્લોક કરાયેલો રસ્તો પણ ખોલાયો
  • જાહેર રસ્તા​​​​​​​ પર દબાણ ​​​​​​​કરાયાં હતાં

ઉત્તરપ્રદેશની સ્ટાઇલમાં સુરતના કુખ્યાત સજ્જુ કોઠારીની નાનપુરા સ્થિત ગેરકાયદે મિલકતો પર પાલિકાના સેન્ટ્ર્લ ઝોન દ્વારા હથોડા ઝીંકવાની કામગીરી શરૂ કરાઇ છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે જમરૂખ ગલીમાં રોડ એલાઇમેન્ટવાળા ભાગમાં બાંધકામ તથા મિલકતમાં મંજુરી વગર ત્રીજો અને ચોથા માળનું બાંધકામ દૂર કરવાનું હાથ ધરાયું છે. રોડ એલાઇમેન્ટમાં આશરે 200 ચો.ફુટ દિવાલનું બાંધકામ તથા મિલકતમાં ગ્રાઉન્ડ ફલોર પર 300 ચો.ફુટ માપ વિસ્તારમાં ઓફિસનું બાંધકામ દુર કરી પાર્કિંગ ખુલ્લું કર્યું હતું.

ટેરેસના ભાગમાં આશરે 2000 ચો.ફુટ વિસ્તારમાં પતરાના શેડ દૂર કરાયા હતા. જ્યારે 2500 ચો.ફુટ જેટલું ત્રીજા અને ચોથા માળનું આરસીસી બાંધકામ તથા જાહેર રસ્તા પર 1100 ચો.ફુટનું ગેરકાયદે બાંધકામનું ડિમોલીશન કરી રસ્તો ખુલ્લો કરાયો હતો. ઉપરાંત ઓપન સ્પેસ એન્ડ પ્રોજેકશ્નના હેતુ માટે રિઝર્વેશન હેઠળ જમીનમાં વર્ષો જુના પતરાના શેડ દુર કરી 450 ચો.ફુટ જગ્યા દૂર કરાઇ હતી. સજ્જુ કોઠારી સામે એક મહિનામાં લેન્ડગ્રેબિંગ સહિત 4 પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી.

DCP, ACP, 3 PI સહિતનો સ્ટાફ ઘટના સ્થળે રહ્યો
સુરત: ડિમોલીશન દરમ્યાન ક્રાઈમ બ્રાંચના ડીસીપી, એસીપી સહિત ત્રણ પીઆઈ, 6 પીએસઆઈ સહિત 3૦ કોન્સ્ટેબલ - હેડ કોન્સ્ટેબલની ટીમ ઘટના સ્થળે હાજર રહી હતી. આ સિવાય અઠવા અને લાલગેટ પોલીસ મથકના પીઆઈ, 6 પીએસઆઈ અને 50 પોલીસ કર્મચારીઓ સહિતનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. ડિમોલીશન દરમ્યાન પાલિકાના માર્શલો - એસઆરપી કરતાં ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસના 90 જેટલા અધિકારીઓ - કર્મચારીઓ ખડે પગે જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...