તપાસ:નાનપુરામાં સિનિયર વકીલે જુ. વકીલ પર રેપ કર્યાની ફરિયાદ, ઓફિસ, બારડોલી, સેલવાસ લઈ જઈ રેપ કર્યો

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નની લાલચે સંબંધ બાંધી યુવતીને તરછોડી

સિનિયર વકીલે જુનિયર વકીલને લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઇ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અઠવા પોલીસ મથકમાં દાખલ થઇ છે.નાનપુરામાં શુભમ કોમ્પ્લેક્ષમાં અોફીસ ધરાવતા પરિણીત વકીલે ઓફિસમાં પ્રેક્ટિસ માટે આવતી જુનીયર વકીલને લગ્ન કરવાની લાલચ આપી તેમજ જિંદગીભર સાથે રાખવાનું કહી પોતાની ઓફિસમાં, બારડોલી અને સેલવાસ લઈ જઈ અવાર નવાર શારીરીક સંબંધો બાંધ્યા હતા અને ત્યાર બાદ જુનિયર વકીલને તરછોડી દીધી હતી. પોલીસે વકીલ યુવતીની ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યો હતો.

વેડરોડ રામજી નગર સોસાયટીમાં રહેતા અને નાનપુરામાં શુભમ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા વકીલ નિરવ રાજેશકુમાર દુધવાલા સામે જુનીયર તરીકે પ્રેક્ટિસ કરતી 28 વર્ષીય યુવતીએ સોમવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેમાં યુવતીએ જણાવ્યું કે, નિરવ દુધવાલાએ તેણીને પ્રેમમાં ફસાવી હતી. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગ્ન કરવાની અને આજીવન સાથે રહેવાની લાલચ આપી ઓફિસમાં તેમજ બારડોલી અને સેલવાસ ખાતે લઈ જઈ અનેક વખત શારીરીક સંબંધો બાંધ્યા હતો.એકવાર નિરવે તેણીના ડાબા હાથનું બાવડુ પકડી ધક્કો માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...