ધરપકડ:નાનપુરામાં સહકર્મી વિદ્યર્મી યુવકે નર્સને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રેપ-એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી

નાનપુરા વિસ્તારની એક હોસ્પિટલમાં નર્સનું કામ કરતી યુવતીને હોસ્પિટલમાં નોકરી કરતા વિદ્યર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે રેપ કર્યો હતો. આ વિદ્યર્મીએ યુવતીના મોબાઇલમાં પાડેલા ફોટો સોશ્યિલ મીડિયામાં શેર કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેથી યુવતીએ અઠવા પોલીસમાં ફરિયાદ આપતા કબીરખાન ઉર્ફે નદીમખાન અયુબખાન પઠાણ(24)(રહે,અકબર શહીદનો ટેકરો,કાલીપુલ,સલાબતપુરા)ની સામે બળાત્કાર અને એટ્રોસિટી મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસે ધરપકડની તજવીજ શરૂ કરી છે.

વધુમાં આરોપી કબીરખાન ખાનગી હોસ્પિટલમાં ઓટી વિભાગમાં નોકરી કરે છે. જ્યારે ભોગ બનેલી યુવતી નર્સનું કામ કરે છે. કબીરખાને યુવતીને છેલ્લા 4 વર્ષથી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી અને ના પાડતા સંબંધ બાંધવા બ્લેકમેલીંગ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...