લૂંટ:નાની વેડમાં 2 યુવક અને અલથાણમાં 1 વૃદ્ધા મળી 3ના અછોડા તોડી સ્નેચરો છૂ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ચેઇન સ્નેચિંગના ઉપરા છાપરી 3 બનાવો બન્યાં છે. અગાઉ સ્નેચર ટોળકીના 15થી વધુ રીઢા ગુનેગારોને પકડી લાજપોર જેલમાં મોકલી અપાયા હતા. કતારગામનો જીગ્નેશ સાપરા બાઇક પર સંબંધી સાથે 16મી જુને રાત્રે જઇ રહ્યો હતો ત્યારે નાનીવેડ ખાતે બાઇક સવાર બે સ્નેચર જીગ્નેશના ગળામાંથી રૂ. 55 હજારની સોનાની ચેઇન તોડી ભાગી ગયા હતા. આ ઘટનાના 15 મિનિટ પહેલા બંને ચેઇન સ્નેચરોએ રામકથા રોડ પરથી પસાર થતી અનીતા ચાવલાના ગળામાંથી 35 હજારની ચેઇન તોડી ભાગી ગયા હતા. સિંગણપોર પોલીસની હદમાં 16મી તારીખે રાતે 15 મિનિટમાં બે ચેઇન સ્નેચીંગના બનાવો બન્યા હતા.

બનાવ અંગે જીગ્નેશભાઈએ સિંગણપોર પોલીસમાં ફરિયાદ આપી છે. 19મી જુને ખટોદરા પોલીસની હદમાં ચેઇન સ્નેચીંગનો બનાવ બન્યો છે. અલથાણ વેકેન્ઝા હોમ ખાતે રહેતી 62 વર્ષીય લલીતાદેવી શર્મા શાકભાજી લેવા નીકળ્યા હતા. અલથાણ ઘીરજસન્સની નજીક બાઇક સવાર બે સ્નેચર વૃદ્ધાના ગળામાંથી 40 હજારની સોનાની ચેઇન તોડી ભાગી ગયા હતા. વિધવાએ ખટોદરા પોલીસમાં ફરિયાદ આપી છે.