ધારી ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ:સુરતમાં મોડી રાતે કરા સાથે વરસાદ ખાબક્યો, અમરેલીમાં ભરઉનાળે નદી બે કાંઠે વહેતી થઈ, ખેડૂતોમાં ચિંતા ફેલાઈ

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. એક જ મહિનામાં બીજી વખત માવઠાનો લોકો અનુભવ કરી રહ્યા છે. ત્યારે સુરતના માંગરોળ તાલુકા વિસ્તારમાં મોતીનો વરસાદ થતો હોય તેમ આકાશમાંથી કરા પડ્યા હતા. કરા સાથેના ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ અમરેલીના ધારી ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કરા અને ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ગામની શેરીઓમાં અને નદીઓમાં પાણી વહેતા થઈ ગયા હતા. ફાગણ મહિનાના અંતમાં અષાઢી માહોલ છવાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે.

કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સુરત શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. તો બીજી તરફ મોડી રાતે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. માર્ચ મહિનામાં સમયાંતરે થતા વરસાદને કારણે ખેડૂતો વધુ ચિંતિત થયા છે. ઉનાળાની શરૂઆત થવાને બદલે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. સુરતના માંગરોળ તાલુકામાં મોડી રાતે કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ બરફના કરા સાથે વરસેલા વરસાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ પણ થઈ રહ્યો છે.

અમરેલીમાં ધોધમાર વરસાદ, ભરઉનાળે નદી બે કાંઠે વહેતી થઈ...અહીં ક્લિક કરો.

ગોવિંદપુરમાં નદીમાં પૂર આવ્યું
અમરેલીના ગીર પંથકમાં ફાગણ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. ધારી તાલુકાના ગોવિંદપુર ગામમાં તો થોડી જ વારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ગામ પાસેથી પસાર થતી નદીમાં પૂર આવ્યું હતું. ગામની શેરીઓમાં પણ પૂરની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા.

લોકોએ કરાના ખોબા ભરી લીધા હતા.
લોકોએ કરાના ખોબા ભરી લીધા હતા.

ધારી ગીર વિસ્તારના વાતાવરણમાં પલટો
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે ધારી ગીર પંથકમાં આવેલા સુખપુર, કાગસા, ગોવિંદપુર, દલખાણીયા, સરસીયા, જીરા સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે ગામની શેરીઓમાં પાણી વહેતા થયા હતા.

ખેતીપાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ.
ખેતીપાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ.

​​​​​​ધરતીપુત્રો પર ચિંતાના વાદળો ઘેરાયા
અમરેલી જિલ્લામાં માવઠાની આગાહીના પગલે જિલ્લામાં ખેતીપાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે. માવઠાની આગાહીના પગલે તંત્ર દ્વારા ખેડૂતોને પહેલા એલર્ટ તો કરવામાં આવ્યા હતા. પરંતુ, હજી પણ કેટલાક ખેડૂતોનો તૈયાર પાક ખેતરમાં ઉભો હોય તેને અને કેરીના પાકને પણ માઠી અસર થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ-કમોસમી વરસાદથી શહેરમાં પાણી ભરાતાં લોકોમાં મચ્છરજન્ય રોગચાળાની ભીતિ

કરાની સાથે ભારે વરસાદ પડ્યો હતો.
કરાની સાથે ભારે વરસાદ પડ્યો હતો.

કેરીના પાકને ખૂબ મોટું નુકસાન
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે, માર્ચ મહિનામાં જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે. તેનાથી ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. માર્ચ મહિનાની શરૂઆતમાં પણ વરસાદી ઝાપટા આવ્યા હતા. તેના કારણે બાગાયતી પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે. ફરી એક વખત ગઈકાલે પણ જે રીતે વરસાદ થયો છે. તેને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આર્થિક મોટું નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોના માથે મોટી આફત આવી છે. સરકારે આ તમામ બાબતોને ગંભીરતાથી લઈને સર્વેની કામગીરી તટસ્થતાપૂર્ણ કરવી જોઈએ. જે પણ ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે તેનું ઝડપથી વળતર ચૂકવવું જોઈએ. ભૂતકાળમાં ખેડૂતોના અનુભવ ખૂબ જ દુઃખદ રહ્યા છે. સરકારે આર્થિક વળતર યોગ્ય પ્રમાણમાં આપ્યું નથી. અથવા તો ઘણા કિસ્સાઓમાં તો કંઈ જ આપ્યું નથી.

કેરી સહિતના બાગાયતી પાકોને નુકસાન પહોંચ્યું છે.
કેરી સહિતના બાગાયતી પાકોને નુકસાન પહોંચ્યું છે.
અન્ય સમાચારો પણ છે...