કાર્યવાહી:મહિધરપુરામાં રૂ. 1.64 કરોડની લૂ્ંટમાં ટીપ આપનારની ધરપકડ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પકડાયેલો આરોપી લૂંટ સમયે વેપારી સાથે મોપેડ પર હતો

મહિધરપુરામાં થયેલી 1.64 કરોડ રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ટીપ આપનારની ધરપકડ કરી છે. મહિધરપુરા પોલીસ સૂત્રોએ જણાવ્યાનુસાર, વરાછામાં હીરાબાગ વિસ્તારમાં રહેતા શરદ લક્ષ્મણભાઈ સોલંકર સોનાના વેપારી છે. તેઓએ અમરેલીના વેપારી દિલીપભાઈ પાસેથી 4 કિલો 300 ગ્રામ સોનું મંગાવીને સુરતમાં મહિધરપુરામાં મુન સ્ટાર જ્વેલર્સના વેપારી સાગરભાઈને વેચી 1.64 કરોડ રૂપિયા રોકડા લીધા હતા. રૂપિયા બે થેલામાં મુકીને દરબારભાઈ સાથે મોપેડ પર વરાછા જવા નીકળ્યા હતા.

કંસારા શેરી પાસે એક મોપેડ પર ત્રણ લૂંટારૂઓ આવ્યા હતા. તેઓ ચપ્પુ બતાવીને શરદભાઈ અને દરબારભાઈ પાસેથી 1.64 કરોડ રૂપિયા મુકેલી બંને થેલી લૂંટીને ભાગી ગયા હતા.તપાસમાં છેલ્લે લૂંટારૂઓ ઓલપાડ તરફ જતા દેખાયા હતા.

મહિધરપુરા પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલીને આરોપી મિતેશસિંહ સુશીલસિંહ પરમાર (દરબાર) રહે. છાપરાભાઠા, અમરોલી) ની ધરપકડ કરી છે. મિતેશસિંહે લૂંટારૂઓને ટીપ આપી હતી. મિતેશસિંહ વરાછામાં કપડાની દુકાનમાં નોકરી કરે છે. વેપારી શરદ સોલંકરે કપડાંના વેપારી પાસેથી સોનું લીધું હતું. તે સમયે તે વેપારીને ત્યાં નોકરી કરતા દરબાર ઉર્ફે મિતેશસિંહ નામના કર્મચારીને વેપારીએ શરદ સાથે મોકલ્યો હતો. ત્યારે મિતેશસિંહે લૂંટારૂઓને ટીપ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...