ફરિયાદ:મહિધરપુરામાં પેમેન્ટ આપવા જતા યુવકને ઘેરીને પાંચ અજાણ્યા 4.65 લાખની બેગ ઝૂંટવી ફરાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈ બોલાવે છે તેવો આભાસ થતાં યુવકે પાછળ જોયું ને ચોર બેગ લઈ ભીડમાં ભળી ગયો

મહિધરપુરામાં બુધવારે વેપારીને પેમેન્ટ આપવા જતા યુવાનને ઘેરી 5 અજાણ્યા રૂ.4.65 લાખ સાથેની બેગ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. એક અજાણ્યો અથડાયા બાદ પાછળ કોઈ બોલાવે છે તેવો આભાસ થતા યુવકે પાછળ જોયું ત્યારે આગળ ચાલતો યુવાક બેગ લઇ ફરાર થયો હતો.

મહિધરપુરા પોલીસ સ્ટેશનમાંથી મળેલ માહિતી અનુસાર, મૂળ ભરૂચના માંડવીનો વતની અને સુરતમાં રાંદેર રોડ નવયુગ કોલેજની સામે કોટીયાક નગરમાં રહેતો 22 વર્ષીય સંજય મનુભાઈ વસાવા મહિધરપુરા હીરાબજાર જદાખાડી ક્રિષ્ણા બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતા વેપારી નવીનભાઈ સિદ્ધપરાને ત્યાં ગતસાંજે માલિક કેતનભાઈના કહ્યા પ્રમાણે રૂ.4,65,400 આપવા જઈ રહ્યો હતો.

દરમિયાન જદાખાડી મેઇન રોડ ઇવા સેફ નામના સેફ વોલ્ટની સામે એક તરફથી 3 યુવાનો અને બીજી તરફથી 2 યુવાનોએ તેને ઘેરી લીધો હતો. એક યુવાન તેના ખભાના ભાગેથી બેગ ઝૂંટવી લોકો વચ્ચે ભીડમાં ભળી જઈ અન્ય સાથીઓ સાથે ફરાર થઈ ગયો હતો. સંજયે કેતનભાઈને જાણ કર્યા બાદ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...