તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Maharashtra, If A Positive Family Of Corona Comes To Surat Without Treatment, They Have To Seek Treatment On The Hospital Stairs For 8 Days.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની વાસ્તવિકતા:મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ પરિવારને સારવાર ન મળતાં સુરત આવ્યા, 8 દિવસથી હોસ્પિટલની સીડી પર જ સારવાર લેવી પડે એવી સ્થિતિ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દાદરા પર સારવાર લેતા હોય એ તસવીર અને ઇન્સેટમાં સારવાર લેતો મુંબઈથી આવેલો પરિવાર. - Divya Bhaskar
દાદરા પર સારવાર લેતા હોય એ તસવીર અને ઇન્સેટમાં સારવાર લેતો મુંબઈથી આવેલો પરિવાર.
  • કોરોનાકાળમાં વાસ્તવિકતા રજૂ કરતી હચમચાવી નાખે એવી માર્મિક તસવીર

લાચારી, બેદરકારી અને અસંવેદનશીલતાનું આ ચિત્ર કોરોનાયુગની વાર્તા કહે છે. જ્યારે ત્રણ પરિવારના સભ્યો કોરોનાથી પીડાય છે, પરંતુ સારવાર દરેક માટે નથી. નંદુરબાર જિલ્લામાં એક વૃદ્ધ દંપતી અને તેમનો 32 વર્ષનો પુત્ર કોરાના પોઝિટિવ મળ્યો અને સારવારની આશાએ સુરત પહોંચ્યો, પરંતુ ફક્ત પિતા જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે માતા-પુત્રને હોસ્પિટલની બહારનાં પગથિયાં પર સારવાર લેવાની ફરજ પડી છે.

સારવાર લઈ રહેલા મુંબઈના પરિવારની તસવીર.
સારવાર લઈ રહેલા મુંબઈના પરિવારની તસવીર.

કોરોનાના દર્દીઓ વધતાં પરિસ્થિતિ બેકાબૂ
સુરતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ ઊભરાયા છે. આવી સ્થિતિમાં પરિવારને સરકારી હોસ્પિટલમાં સ્થાન મળી શક્યું ન હતું અને સારવાર માટે ખાનગી હોસ્પિટલ યુનિક હોસ્પિટલમાં જવું પડ્યું હતું, પરંતુ ખાનગી હોસ્પિટલોની ભારે સારવાર તેમની ક્ષમતાની બહાર છે, તેથી ફક્ત પિતાને હોસ્પિટલમાં દાખલ કરી શકાયા હતા. સ્થિતિ એવી છે કે એક અઠવાડિયાથી પિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે માતા અને પુત્ર હોસ્પિટલની બહાર પગથિયાં પર સારવાર લઈ રહ્યાં છે.

કોરોનાથી મરી રહેલા લોકોના અંતિમસંસ્કાર કરવા જગ્યા ખૂટી
સુરત શહેરમાં કોવિડ-નોન-કોવિડથી રોજના સરેરાશ 240 લોકોનાં મૃત્યુ થઇ રહ્યાં છે. સ્મશાનોમાં જગ્યા ખૂટી પડતાં મૃતદેહોને બારડોલી સ્મશાને લઇ જવા પડ્યા છે. પ્રથમ દિવસે છ મૃતદેહોની અંતિમવિધિ બારડોલીમાં કરવામાં આવી હતી. સુરતની સ્થિતિ એટલી હદે વણસી છે કે સ્મશાનગૃહમાં ડેડબોડીના અગ્નિસંસ્કાર માટે નંબર મુજબ ટોકન આપવામાં આવે છે. ટોકન પ્રમાણે જેનો નંબર આવે તેનું નામ જાહેર કરવામાં આવે છે અને પછી તેને અગ્નિદાહ આપવામાં આવે છે. વેઈટિંગ લિસ્ટ અત્યારસુધી બેથી ચાર કલાકનું હતું, પણ છેલ્લા બે દિવસથી વેઇટિંગ ટાઇમમાં વધારો થયો છે અને આ વેઈટિંગ હવે 8થી 10 કલાકે પહોંચી ગયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો