ધરપકડ:મહારાષ્ટ્રમાં શેઠના રૂ.19.20 લાખ ચોરી નાસી જનાર સુરતથી પકડાયો

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુણા પોલીસે રૂ.18.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો
  • આરોપીએ​​​​​​​ અજાણ્યા દારૂડિયાને ફોન ખરીદવા 50 હજાર આપ્યા

સોમવારે મહારાષ્ટ્રના પુણેમાં શેઠની કારમાંથી રોકડા 19.20 લાખ રૂપિયા ચોરી કરીને નાસી જનારને સુરતની પુણા પોલીસે સારોલી ગામ પાસેથી રોકડા 18.30 લાખ રૂપિયા સાથે ઝડપી પાડ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પુણેના પિંપરી વિસ્તારમાં રહેતા ક્રાંતિ ચંદન રાજપુત પેપર કંપની ધરાવે છે. તેમની કાર પર એક મહિનાથી આરોપી મનોહર લક્ષ્મણ બન્સોડે(રહે.વિશ્વકર્મા વિદ્યાલય પાસે પીંપરી-ચિંચવડ,પુણે,મહારાષ્ટ્ર) ડ્રાયવર તરીકે નોકરી કરતો હતો. સોમવારે સવારે પીંપરીમાં ક્રાંતિ રાજપુત એક કામથી નીકળ્યા હતા. તેમની કારમાં 19.20 લાખ રૂપિયા હતા. તેઓએ મનોહરને રૂપિયા પર ધ્યાન રાખવાનું કહીને એક ઓફિસમાં ગયા હતા. ત્યારે મનોહર તે રૂપિયાવાળી બેગ ચોરી કરીને નાસી ગયો હતો. ક્રાંતિ રાજપુતે નીગડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપીને નાગડી પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે. મનોહરે પીંપરીમાં રૂપિયા ચોરી કર્યા બાદ રૂપિયા લઈને દારૂના અડ્ડા પર દારૂ પીવા ગયો હતો. ત્યાં તેને બીજો એક દારૂડિયો મળ્યો હતો. અજાણ્યા દારૂડિયાએ મનોહરને કહ્યું તેને એક ફોન ખદીરવો છે. પરંતુ રૂપિયા નથી. ત્યારે મનોહરે તેને ૫૦ હજાર કાઢીને અજાણ્યાને ફોન ખરીદવા માટે આપી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...