એલર્ટ:મગોબ-ડુંભાલ, લિંબાયતમાં 30, 31 મે પાણી ઓછા પ્રેશરથી મળશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લાઇન રીપેરીંગથી પુરવઠો ખોરવાશે
  • પાણીનો સંગ્રહ કરવા પાલિકાની લોકોને અપીલ

લિંબાયતમાં ટી.પી સ્કીમ નં 40 લિંબાયત-ડીંડોલી અને ટી.પી સ્કીમ નં 41 ડીંડોલી નવાગામને જોડતી હદ પર સુરત ભુસાવલ રેલવે લાઇનના કમ્પાઉન્ડમાં આવેલ ડુંભાલ જળવિતરણ મથકની નળીકામાં લીકેજ રીપેરીંગ કરવાની કામગીરી 30 મેના રોજ હાથ ધરાશે. જેના કારણે 30 અને 31 મેના રોજ મગોબ, ડુંભાલ, લિંબાયત, ડીંડોલી સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો નહિંવત કે ઓછા પ્રેશરથી મળશે.

આઇમાતા રોડ મહેન્દ્ર પાર્ક, સરીતા, સુરભી, ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ, લિંબાયતમાં નીલગીરી સર્કલનો આજુબાજુનો વિસ્તાર, મહાપ્રભુનગર, જવાહરનગર, સંજયનગર, મયુરનગર, રણછોડ નગર, જલારામનગર, બાલાજીનગર, શ્રીનાથજી નગર 1,2,3, 4 , ત્રિકમનગર, રામેશ્વરનગર, રેલવે ફાટક પાસેનો વિસ્તાર, સાંઇપૂજન રેસીડેન્સી, ટી.પી 41 ડીંડોલી નવાગામમાં આવેલ શિવ હીરાનગર, ખોડીયાર નગર, સીતારામ નગર, સંતોષી નગર, ગોરર્ધનનગર, નંદનવ ટાઉનશીપ, ઋષિકેશ એવન્યુ, હેત્વી રેસીડેન્સી, સ્વસ્તિક ટાઉનશીપ, હેત્વી રેસીડેન્સી, સુમન આવાસ સહિતના વિસ્તારોને અસર થશે.

અન્ય સમાચારો પણ છે...