ક્રાઇમ:લિંબાયતમાં યુવક પર ચપ્પુ વડે હુમલો કરી મોબાઈલ લૂંટી લેવાયો

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક

લિંબાયતમાં યુવકને બે લૂંટારૂઓએ ચપ્પુ મારીને તેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડા 400 રૂપિયાની મત્તા લૂંટીને નાસી ગયા હતા. રવિકાંત ઉર્ફ મોનુ રામસુચિત સિંગ(જલારામ સોસાયટી, મંગલ પાન્ડે હોલ પાછળ,ગોડાદરા.મૂળ રહે. ઇટેલી ગામ, આઝમગઢ,ઉત્તર પ્રદેશ)તેની ફોઈના દીકરા અખિલેશ સાથે રહે છે. બંને સંચા ખાતામાં નોકરી કરે છે. મંગળવારે રવિકાંત કામ પરથી ઘરે આવતો હતો ત્યારે લિંબાયતમાં નિલગીરી સર્કલ પાસે બે અજાણ્યાઓએ રવિકાંતને રસ્તામાં રોક્યો હતો.

અજાણ્યાઓએ ગાળો આપીને તારી પાસે જે કાંઈ પણ હોય તે આપી દે કહ્યું હતું. મારી પાસે કાંઈ નથી એવું રવિકાંત કહેતા બંનેએ રવિકાંતને માર મારીને બંને પગ અને કમરના ભાગે ચપ્પુ મારતા રવિકાંત નીચે પડ્યો હતો. ત્યાર બાદ તેના ખિસ્સા ફંફોસીને લૂંટારૂઓ તેની પાસેથી મોબાઇલ ફોન અને રોકડા 400 રૂપિયા લૂંટીને નાસી ગયા હતા. રવિકાંતની ફોઈનો દિકરો અખિલેશે અજાણ્યા આરોપી વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...