લિંબાયત નીલગીરી સર્કલ પાસે નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસકર્મી પર 2 હુમલાખોરે ચપ્પુથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં અન્ય પોલીસકર્મીઓ જીપમાં ત્યાં આવી જતા પોલીસકર્મીનો જીવ બચી ગયો હતો. લિંબાયત પોલીસે બન્ને હુમલાખોરોની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. લિંબાયત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ 36 વર્ષીય ભાવિન પરષોત્તમ સોલંકી 11મી તારીખે મધરાત્રે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ખાનગી બાઇક પર નીકળ્યો હતો.
રસ્તામાં લિંબાયત નીલગીરી સર્કલથી શાંતિનગર જવાના રસ્તા પર ડિવાઇડર પાસે 2 ઈસમો ઝઘડો કરતા હતા. પોલીસકર્મીએ બન્ને ઘરે ચાલી જવા કહ્યું હતું. છતાં બન્ને વાત ન માની ઉપરથી પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી તેને બાઇક પરથી પાડી નાખ્યો હતો. એક હુમલાખોરે તો ગુસ્સામાં પોલીસકર્મી ચપ્પુથી હુમલો કરી દીધો હતો. એક ઘા પીઠના ભાગે મારી બીજો ઘા મારવા જતા અન્ય પોલીસકર્મીઓ આવી જતા જીવ બચ્યો હતો. લિંબાયત પોલીસે ગણેશ છોટુ સુર્યવંશી(રહે,શ્રીનાથ સોસા,લિંબાયત) અને દિપક હીરામણ કોળી(રહે,સંજયનગર)ને પકડી પાડી ધરપકડ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.