ક્રાઇમ:પત્ની સાથેના ઝઘડામાં સાળાની હત્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લિંબાયતમાં જીજાએ સાળાની ચપ્પુના ઘા ઝીંકી શુકવારે મોડીરાતે હત્યા કરી છે. મૃતક મહીન્દર ભોસલેની બહેન નંદિનીનો પતિ જોડે ઝઘડો થતા તે ભાઈને ત્યાં રહેવા ગઈ હતી. ત્યાંં જઈ જીજા આનંદ પવાર તેનો ભાઈ દિનેશ અને મૃતકના સગા ભાણીયા તેજા અને રામપ્રસાદ શિંદેએ આવી ઝઘડો કરી આવેશમાં જીજાએ સાળાને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. હોસ્પિટલમાં શનિવારે તેનું મોત થયું છે. લિંબાયત પોલીસે હત્યારાઓને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...