સ્ત્રી અત્યાચાર:સુરતમાં અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાના વહેમમાં પતિ સહિત સાસરિયાઓએ પરિણીતાને માર માર્યો, સંતાનો સાથે ઘરમાંથી કાઢી મૂકી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • સાસરિયા લગ્નના બે મહિના બાદથી સતત ત્રાસ આપતા હતા

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી પરિણીતાને અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાના વહેમમાં પતિ સહિત સાસરિયાઓએ માર મારી ઘરમાં કાઢી મૂકી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બે જેઠાણી એ પકડી રાખી અને પતિ અને જેઠે માર માર્યો હતો. ત્યારબાદ સંતાનો સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી.

દીકરીને ફેંકી દેવાનું કહીં ત્રાસ આપતા હતા
કતારગામ વિસ્તારમાં રહેતી પરિણીતાના 2015માં લગ્ન થયા હતા. લગ્નના બે મહિના સુધી સારી રીતે રાખ્યા બાદ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ત્રાસના કારણે પતિ સાથે સાસરિયાઓથી અલગ રહેવા જતી રહી હતી. જોકે, ત્યાં પણ પતિને કાન ભંભેરણી કરી પત્ની સાથે સતત ઝઘડાઓ થતા હતા. દરમિયાન દીકરીનો જન્મ થતા દીકરીને ફેંકી દેવાનું કહીં ત્રાસ આપતા હતા.

પતિ, જેઠ અને બે જેઠાણી દ્વારા માર મારવામાં આવી
લગ્નના સાત વર્ષમાં અનેક વાર પરિણીતાને તેના પિયર મૂકી આવતા ત્યારબાદ સમાધાન કરી ફરી ઘરે લઈ આવતા હતા. દરમિયાન દીકરાનો જન્મ થયો હતો. જોકે, પતિના વર્તનમાં કોઈ ફેરફાર થયો ન હતો. ફોનમાં અન્ય પુરૂષ સાથે વાત કરતી હોવાની જાણ થતા તેની સાથે સંબંધ હોવાના વહેમમાં ઝઘડાઓ કરતા હતા. 6 મહિના પહેલા પતિ, જેઠ અને બે જેઠાણી દ્વારા માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ સંતાનો સાથે પિયર મોકલી આપી હતી. સમાધાન કરવાના પ્રાયસ કર્યા પણ ન થતા પરિણીતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં સ્ત્રી અત્યાચારની પતિ સહિત 4 સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...