આપઘાતની દુષ્પ્રેરણા:સુરતમાં મહિલાનો પતિ સહિત સાસરિયાંના ત્રાસથી દીકરીના જન્મ દિવસે જ નદીમાં કૂદી આપઘાત, પતિ-સસરાની ધરપકડ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક પરિણીતાની પતિ સાથેની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મૃતક પરિણીતાની પતિ સાથેની ફાઈલ તસવીર.
  • ગુમ થયેલી પરિણીતાની લાશ રાંદેરના રામમઢી નદીકિનારેથી મળી આવી હતી

સુરતમાં રાંદેર વિસ્તારની 31 વર્ષીય મહિલાએ પતિ સહિત સાસરિયાના ત્રાસથી બે વર્ષની દીકરીના જન્મ દિવસે જ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી મોતને વ્હાલું કરી લીધું હતું. આ પ્રકરણમાં આખરે પોલીસે પતિ-સસરાની ધરપકડ કરી તપાસ આગળ વધાવી છે. સિંગણપોર પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.

લાશ મળ્યા બાદ ઓળખ થઈ હતી
મૂળ વડોદરાના રહેવાસી 31 વર્ષીય જયંતિબેનના લગ્ન ચાર વર્ષ પહેલાં રાંદેરના દીનદયાળ સોસાયટીમાં રહેતા સંકેત જોશી સાથે થયા હતા. ત્યારબાદ 3 મહિના પહેલા ગુમ પરિણાતા જયંતિબેનની લાશ રાંદેરના રામમઢી નદીકિનારેથી મળી આવી હતી. સિંગણપોર પોલીસે લાશની કોઈ ઓળખ ન થતા ફોટો સોશિયલ મીડિયામાં મૂકી પરિવારને શોધવાનો પ્રયાસ કર્યો હતો. રાંદેર પોલીસ મથકમાં એક પરિવાર તેમની વહુ ગુમ થઈ હોય તેવી આપેલી અરજી ન આધારે અજાણી મહિલા જયંતિબેન હોવાનું સામે આવ્યું હતું. પરિવારે સિંગણપોર પોલીસનો સંપર્ક કરતા વહુને મૃત હાલતમાં જોતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મહિલાના આપઘાતના કારણ શોધવાનો પ્રયાસ કરાયો હતો.

તાપી નદીકિનારેથી પરિણીતાની લાશ મળી આવી હતી.
તાપી નદીકિનારેથી પરિણીતાની લાશ મળી આવી હતી.

માતાએ સાસરિયાં સામે આક્ષેપો કર્યા હતા
મૃતક મહિલાની માતા અને તેના કાકાએ સિંગણપોર પોલીસ સ્ટેશને પહોંચી આરોપ સાસરિયાં પક્ષ પર લગાવ્યો હતો. દીકરીના આપઘાત પાછળ પતિ દ્વારા વારંવાર કોઈને કોઈ બહાને મહેણા-ટોણા મારી માનસિક ત્રાસ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. માનસિક ત્રાસને લઈ દીકરી જયંતિબેને આ પંગલું ભર્યું હોય અને તેના જવાબદાર પતિ અને તેના સાસુ-સસરા હોવાનું જણાવ્યું હતું. સિંગણપોર પોલીસે ત્રાસ આપનાર પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.

સસરા અને પતિની ધરપકડ કરવામાં આવી.
સસરા અને પતિની ધરપકડ કરવામાં આવી.

60 દિવસની તપાસ બાદ પતિ-સસરાની ધરપકડ
સિંગણપોર પોલીસે લગભગ 60 દિવસની લાંબી તપાસ બાદ પતિ-સસરાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. પોલીસ દુષ્પ્રેરણાના આરોપમાં પકડાયેલા સાસરિયાઓને આગામી દિવસોમાં કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી શકે છે.