બુધવારે લાલગેટમાં 2 મહિલાઓને 2 જણાએ માર મારીને કપડા ફાડીને લાજ લેવાની કોશિષ કરી હતી. પોલીસમાંથી મળતી માહિતી અનુસાર, ચોકબજારમાં રહેતી 25 વર્ષીય પરવીનબાબી(નામ બદલ્યું છે) પાંડેસરામાં એક ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરે છે. કંપની પાસેથી વરિયાળી બજારમાં રહેતી સાહેદાબાનુએ વ્યાજે રૂપિયા લીધા હતા. રૂ.1 લાખનું વ્યાજ સાહેદાબાનુએ જમા કરાવ્યું ન હતું. તેથી કંપનીએ પરવીનબાબીને વ્યાજના રૂપિયા લઈને આવવાનું કહ્યું હતું. પરવીનબાબી બુધવારે સહ મહિલા કર્મી સાથે રૂપિયા લેવા ગઈ ત્યારે સાહેદાબાનુએ પરવીનબાબી સાથે ઝઘડો કરીને તેને માર માર્યો હતો. બાદમાં મહિલાનો પતિ અને તેનો ભાઈએ પણ માર મારીને અડપલા કર્યા હતા.પરવીનબાબી સાથે આવેલી મહિલા ગભરાઈ ભાગી ગઈ હતી. તક જોઈ પરવીનબાબી પણ જીવ બચાવીને ફાટેલા કપડાએ ભાગી હતી. આરોપીઓ સાહેદાબાનુ, રેહાન પઠાણ, અફજલ યાશીન અન્સારી સામે ગુનો નોંધાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.