તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:સુરતમાં લિંબાયતના ક્રાંતિ નગરમાં સામાન્ય બાબતમાં ખાસ મિત્રએ જ મિત્રની ગળું કાપીને હત્યા કરી નાંખી

સુરત3 મહિનો પહેલા
ડાબેથી આરોપી મિત્ર જમણે મૃતક
  • મૃતકના ભાઈએ કહ્યું કે અમે અમારો ભાઈ ગુમાવ્ચો છે હવે ન્યાયની આશા છે

સુરતના લિંબાયતના ક્રાંતિ નગર વિસ્તારમાં એક યુવાનની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી છે. મૃતક મુસ્તગીન શેખના ભાઈ સાદિક શેખનું હત્યા તેના સાથી મિત્રએ જ કરી હોવાનું કહેવું છે કે હત્યા મૃતકના ખાસ મિત્રએ જ કરી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે હત્યારો ઈલિયાસ ઝડપાઈ ગયો છે.

ખાસ મિત્રએ જ હત્યા કરી
આ વિસ્તારના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે હત્યા થઈ ત્યાં જ જુગારધામ ચાલતુ હતું. એટલું જ નહીં પણ રાત્રે 10 વાગ્યા પછી કર્ફ્યૂ હોવા છતાં અનેક ગેરકાયદે પ્રવૃતિઓ ચાલતી હોવાની બાબતથી પોલીસ અજાણ હોવાનું સામે આવી રહ્યું છે. મુસ્તગીનના પરિવારે કહ્યું હતું કે અકસ્માત બાદ મુસ્તગીન કોઈ કામ કરતો ન હતો. કોઈની સાથે ઝગડો ન હતો. હત્યારો ઇલયાસ એનો મિત્ર જ હોવાનું સામે આવ્યું છે. હવે બસ ન્યાય મળે, અમે તો પુત્ર ગુમાવ્યો છે.

મૃતક ત્રણ ભાઈઓમાં સૌથી નાનો ભાઈ હતો
મૃતક ત્રણ ભાઈઓમાં સૌથી નાનો ભાઈ હતો

ત્રણ ભાઈઓમાં મુસ્તગીન નાનો ભાઈ હતો
સાદીક શેખે જણાવ્યું હતું કે ત્રણ ભાઈઓમાં મુસ્તગીન નાનો ભાઈ હતો. માતા-પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. મુસ્તગીનની હત્યા ઘરથી થોડે દુર ક્રાંતિ નગર પાસે જ કરાઈ છે. અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતું કે આપકે ભાઈ કો ચકકુ મારા ગયા હે, આટલું સાંભળતા જ અમે દોડતા થઈ ગયા હતા. થોડીવાર બાદ ઓટો રીક્ષા વાળાનો ફોન આવ્યો ને ખબર પડી કે મુસ્તગીન મૃત્યુ પામ્યો છે.

યુવાનને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો હતો.
યુવાનને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો હતો.