વિવાદ:કતારગામમાં પતિએ પત્ની, પુત્રીને ઘરની બહાર કાઢી મૂકી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભ્યમ ટીમે પતિને સમજાવી સમાધાન કરાવ્યું

સલાબતપુરામાં શિક્ષકની નોકરી કરતી મહિલાને પતિએ ઝઘડો કરી દિકરી સાથે ઘર બહાર કાઢી મુકતાં મહિલાએ 181 અભ્યમ મહિલા હેલ્પ લાઇનને જાણ કરી હતી.અભ્યમ ટીમ કતારગામ સ્થળ પર પહોંચી હતી અને પતિ સાથે ચર્ચા કરી સમાધાન કરાવીને માતા-પુત્રીને ઘરમાં પ્રવેશ અપાવ્યો હતો. મળતી માહિતી મુજબ કતારગામમાં શિક્ષકની નોકરી કરતી મહિલાના પતિ મિલમાં નોકરી કરે છે પરતું ઘરે પગાર આપતાં નથી. અંગત ખર્ચમાં વાપરી નાખે છે. જેથી બન્ને વચ્ચે અવાર-નવાર આ બાબતને લઇ ઝઘડાઓ થતાં હતાં.

રવિવારે આજ કારણને લીધે બંને વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને માર મારી દિકરી સહિત ઘર બહાર કાઢી મુક્યા હતાં અને દરવાજે તાળું મારી દીધું હતું. મહિલા અભ્યમ ટીમને જાણ કરતા પતિને સમજાવ્યુંં કે, આ રીતે પત્નીને મારઝૂડ કરવી ગુનો બને છે. પતિએ માફી માંગી પત્ની,પુત્રીને ઘરે બોલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...