તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલાચાલી:સુરતના કતારગામમાં બાઈક ટોઈંગ કરવાના મુદ્દે યુવક અને પોલીસ વચ્ચે બબાલ થતાં લોકોનું ટોળું એકઠું થયું

સુરત21 દિવસ પહેલા
યુવકે બાઈક ટો થતાં ધમાલ મચાવતાં લોકો એકઠાં થઈ ગયા હતાં.
  • ATMમાંથી યુવક બહાર આવતાં ટ્રાફિક દ્વારા બાઈક ટો કરવામાં આવતા ગાડી આડે સૂઈ ગયો

પોલીસ અને પ્રજા વચ્ચે સતત ઘર્ષણના બનાવો બનતા રહે છે. દંડ ઉઘરાવાને લઈને ચકમક થવાના બનાવો જોવા મળતા હોય છે. કતારગામ દરવાજા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને યુવકની મોટરસાઈકલને ટો કરવા બાબતે માથાકૂટ થઇ હતી. યુવક ટ્રાફિક પોલીસની ટોઇંગ વાન આગળ સૂઈ જતા લોકો એકત્રિત થઇ ગયા હતાં.

ટ્રાફિક પોલીસની વાહન ઉઠાવતી ક્રેન આડે યુવક સૂઈ ગયો હતો.
ટ્રાફિક પોલીસની વાહન ઉઠાવતી ક્રેન આડે યુવક સૂઈ ગયો હતો.

યુવકની દલીલો પોલીસે ન સાંભળી
યુવક કતારગામ દરવાજા પાસે હતો. તે સમય દરમિયાન તે એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો. એટીએમની બહાર મોટરસાયકલ પાર્ક કરેલી જોતા જ ટ્રાફિક જવાનોએ તેને ક્રેનમાં મૂકી દીધી હતી. યુવકે એટીએમમાંથી બહાર આવીને જોયું તો તેને ગાડી ઉચકીને ક્રેનમાં મૂકાતી હતી. યુવકે આજીજી કરી કે બે મિનિટ માટે તે એટીએમમાં કરવા માટે ગયો હતો અને તેટલા જ સમયની અંદર ગાડી પાર્ક કરવામાં આવી હતી. પરંતુ તેને કોઈ પણ દલીલ ટ્રાફિક પોલીસના જવાનોએ સાંભળી ન હતી. તેને લઈને તેને હોબાળો મચાવ્યો હતો. આખરે પોલીસ તેની ગાડી લઇ જવાની જીદ કરતા ગાડી આગળ જ સૂઈ ગયો હતો. લોકોની ભીડ એકત્રિત થતા થોડા સમય માટે વાતાવરણ ગંભીર થઈ ગયું હતું.

યુવક અને પોલીસ વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ હતી.
યુવક અને પોલીસ વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ હતી.

લોકોએ રોષ ઠાલવ્યો
યુવકની રજૂઆત તથા આસપાસના વાહનચાલકો પણ તેની સાથે પોલીસને કામગીરીને લઇને પોતાનો રોષ ઠાલવતા હતાં. એ લોકોએ કહ્યું કે, તમે માત્ર પૈસા ઉઘરાવવા માટે આ રીતે હેરાન કરી રહ્યા છો. ગરીબ માણસો પાસે અત્યારે આર્થિક સ્થિતિ સારી નથી અને માત્ર બે મિનિટ માટે ગાડી પાર્ક કરી હોવા છતાં પણ તમે ખોટી રીતે ગાડી ઉપાડી રહ્યા છો. ત્યારે અન્ય જગ્યા પર જે મોટું દબાણ થાય છે, ત્યાં તમે જોતા પણ નથી. અન્ય વાહન ચાલકોએ કહ્યું કે, તમે આ શબ્દો બોલવાનું બંધ કરો. રસ્તા ઉપર ટ્રાફિક રોકી લેતા ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.