ક્રાઈમ:સુરતના કતારગામમાં પરણિતાને દહેજના મુદ્દે ત્રાસ આપી બિભત્સ ફિલ્મ બતાવી શરીર સંબંધ બાંધવા ધમકી અપાઈ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરણિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (ફાઈલ તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે) - Divya Bhaskar
પરણિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (ફાઈલ તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે)
  • કતારગામ પોલીસે પતિ,સસરા, સાસુ,દિયર, કાકા સસરા સામે ગુનો નોંધ્યો

કતારગામ વિસ્તારમાં પરણિતા પાસે સાસરીયાઓ દ્વારા દેહજ માંગ તથા પરણિતાના દિયર-કાકા સસરા તથા તેમના બંને દીકરાઓએ બિભત્સ ફિલ્મ બતાવી શરીર સંબંધ બાંધવાનું દબાણ કરવાનો પ્રયાસ કર્યો છે. જેથી પરણિતાએ સાસરિયા વિરૂદ્ધ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કરિયાવર મુદ્દે ત્રાસ આપતા હતા
કતારગામ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર કતારગામ વિસ્તારમાં આવેલી લલીતા ચોકડી નિલકંઠ સોસાયટીમાં પરણિતાના સાસરીયા રહે છે. લગ્ન બાદ સસરા,સાસુ , કાકા સસરા,દિયર વગેરે કરિયાવરમાં કંઈ લાવી નથી તેમ કહીને મ્હેણા મારતાં હતાં.

શારીરિક સંબંધ માટે દબાણ કરતા
પરણિતાના કાકા સસરા, દિયર તથા તેમના બે પુત્રઓએ બિભત્સ ફિલ્મ બતાવી વીડિયો ઉતારી શરીર સંબંધ બાઁધવાની ધમકી આપી હતી. જેથી પરણિતાએ તમામ સાસરીયા વિરૂદ્ધ કતારગામ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.