ધરપકડ:કતારગામમાં રત્નકલાકારે સગીરાને બહેન બનાવી રેપ કરી વીડિયો વાઇરલ કર્યો, 3 આરોપીની ધરપકડ

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી; 1. સચીન કુકડીયા 2. કિશન ડાભી 3. વૈભવ બગદરિયા - Divya Bhaskar
આરોપી; 1. સચીન કુકડીયા 2. કિશન ડાભી 3. વૈભવ બગદરિયા
  • એક સંબંધીએ કિશોરીના પિતાને વીડિયો મોકલતાં ઘટનાની જાણ થઈ

કતારગામમાં યુવતી પર રેપનો વીડિયો ફરતો થતાં 3 યુવકની ધરપકડ થઈ છે. કતારગામમાં રહેતા રમેશભાઈ (નામ બદલ્યું છે)ને 4 દિવસ પહેલાં એક સંબંધીએ ફોન કરી કહ્યું કે, તમારી દીકરીનો બિભત્સ વીડિયો વાઈરલ થયો છે. જે વીડિયો રમેશભાઈને મોકલી કહ્યું કે, તમે તે વીડિયો ન જોતાં તમારી પત્નીને બતાવજો. રમેશભાઈની પત્ની વીડિયો જોઈને ચોંકી ગઈ હતી. આ વીડિયો 15 વર્ષીય દીકરી માધુરી (નામ બદલ્યું છે) પર રેપનો હતો. માતા-પિતાએ માધુરીને પૂછતાં તેણે કહ્યું કે, 2 વર્ષ પહેલાં સચીન ભરત કુકડિયા સાથે સોશિયલ સાઇટ પર મિત્રતા થઈ હતી.

સચીને માધુરીને બહેન માની હતી. બાદમાં મળવા બોલાવતા હું ગઈ હતી ત્યારે સચીન મને તેના મિત્ર કિશન ડાભીની બાઇક પર સરથાણા નાકા પાસે અવધ વાઇસરોયમાં ધ હર્ટ ટુ હર્ટ કાફેમાં લઈ ગયાે હતાે. કિશન ત્યાંથી જતો રહ્યો હતો. સચીને લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યો હતો.

સચીનનો મિત્ર વૈભવ બગદરીયાએ માધુરીને મેસેજ કરી કહ્યું કે, તારો અને સચીનનો વીડિયો સચીને મને મોકલ્યો છે.તું મારી ફ્રેન્ડ ન બને તો વીડિયો ફરતો કરી દઈશ. બનાવ અંગે પિતાએ સચીન કુકડીયા (રહે. નંદનવન સોસાયટી, કતારગામ), કિશન ડાભી (રહે. મણીપાર્ક સોસાયટી, કતારગામ) અને વૈભવ બગદરિયા (રહે. ભગુનગર સોસાયટી, કતારગામ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 18 વર્ષીય સચીન, 19 વર્ષના કિશન અને વૈભવની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...