કતારગામમાં ડાયાબિટીસની બિમારીથી પીડાતા યુવકે રહસ્યમય સંજોગોમાં પોતાનું ગળુ કાપવાનો પ્રયાસ કર્યા બાદ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. આપઘાતના અન્ય બનાવોમાં રાંદેરમાં ગૃહકંકાસમાં પાલિકાના બેલદાર યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. તેવી જ રીતે અમરોલીમાં કામધંધા બાબતે પત્ની સાથે ઝઘડો થતા આધેડે તેમજ કોઈક અન્ય કારણોસર અન્ય એક આધેડે પણ ફાંસો ખાધો હતો. સરથાણામાં પણ એક મહિલાએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું.
રાંદેર ઉગત કેનાલ રોડ આંબેડકર નગર ખાતે રહેતા દિપકભાઈ પાતાભાઈ સોલંકી(37) પાલિકામાં બેલદાર તરીકે નોકરી કરતા હતા. બુધવારે બપોરે દિપકભાઈએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતું. ગૃહકંકાસના કારણે તેમણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. તેમને સંતાનમાં એક પુત્રી છે.
રૂમમાં સૂવા ગયા બાદ યુવક મૃત મળી આવ્યોકતારગામ ભાયચંદ નગર ખાતે રહેતા તેજબહાદુરસિંગ લલ્લનસિંગ(31)રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. તેઓ ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા. પિતરાઈ ભાઈ સાથે બુધવારે બપોરે જમ્યા બાદ રૂમમાં સુવા માટે જતા રહ્યા હતા. બાદમાં તેઓ રૂમમાંથી ફાંસો ખાધેલી હાલતમાં તેમજ ગળાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને ચપ્પુ પણ મળી આવ્યું હતું.
કોસાડ આવાસમાં નશાની હાલતમાં આધેડનો ફાંસો
અમરોલી કોસાડ આવાસમાં રહેતા ભુરીયા શાહુ(51) કોઈ કામધંધો કરતા ન હતા તેમજ નશો કરવાની કુટેવ હતી. જેના કારણે અવાર નવાર કામધંધા બાબતે પત્ની સાથે ઝઘડો કરતા હતા. બુધવારે પણ પત્ની સાથે કામધંધા બાબતે ઝઘડો થયા બાદ તેમણે નશાની હાલતમાં પોતાના ઘરમાં બારીની ગ્રીલ સાથે દોરી બાંધી ફાંસો ખાધો હતો.
સરથાણામાં પરિણીતાનો ઝેરી પ્રવાહી પી આપઘાત
સરથાણામાં રહેતા દયાબેન રૂપારેલીયા(27)એ બુધવારે ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દરવાજો ન ખોલતા પરિવારે શંકા જતાં દરવાજો તોડી નાખ્યો હતો. બાદમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં બુધવારે રાત્રે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અમરોલીમાં ઝેર પી આધેડનો આપઘાત
અમરોલીમાં રહેતા અજીતભાઈ ચાવડા(55) હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. બુધવારે મોડી રાત્રે તેમણે ઘરની ટેરેસ પર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવાર તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. જો કે આપઘાતનું કારણ જાણી શકાયું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.