તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુનો દાખલ:કતારગામમાં યુવતી પર રેપ કરી વીડિયો ઉતારી લગ્ન કરી લેનાર સામે ગુનો દાખલ

સુરત23 દિવસ પહેલા
 • કૉપી લિંક

કતારગામની 20 વર્ષીય યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યા બાદ બળજબરી પૂર્વક સબંધ બાંધી લગ્ન કરી લેનાર યુવક વિરુધ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી.ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં રહેતી યુવતી સાથે ઉમંગ રાજુ ઘોઘારી નામના યુવકની મૈત્રી હતી, જેને પગલે ઉમંગે યુવતી સાથે એકાંત મળતા શારીરિક સબંધ બાંધ્યા હતા.

અને અંગત ક્ષણોનો વિડીયો પણ ઉતારી લીધો હતો.યુવતીની મરજી વિરુદ્ધ સબંધ બાંધવા કતારગામ જ રહેતા પોતાના કાકા ઉમેશ ઘોઘારીના ઘરનો ઉપયોગ કર્યો હતો.બાદમાં વિડીયો હોવાની ધમકી આપી યુવતી સાથે લગ્ન પણ કરી લીધા હતા.ગુપચુપ લગ્ન કરી લીધા બાદ પણ વારંવાર પોતાના કાકાના ઘરે યુવતી સાથે સબંધ બાંધતો હતો.આખરે યુવતી કંટાળી ગઈ હતી અને પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.પોલીસે ફરિયાદના આધારે આખા મામલાની તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો