સુરતમાં રત્નકલાકારની આત્મહત્યા:કાપોદ્રામાં પિતાએ ફરવા જવા માટે પૈસા ન આપતા દીકરાએ છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સુરત કાપોદ્રામાં એક રત્નકલાકારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દિવાળી વેકેશનમાં ફરવા જવા માટે પિતાએ પૈસા ન આપતા રત્નકલાકારે આપઘાતનો રસ્તો અપનાવ્યો હતો.

મજૂરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો
પોલીસે જણાવ્યું હતું કે, નિકુંજભાઈ ગણેશભાઈ યાદવ (ઉ.વ. 21) મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના માનગઢ ગામના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ સત્યનારાયણ સોસાયટીમાં સતનામ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. નિકુંજ હિરા મજૂરીનું કામ કરીને પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો. નિકુંજના પિતા માટલા વેચવાનું કામ કરી ઘર ચલાવી રહ્યા હતા.

છતના હુક સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા
વધુમાં જણાવ્યું હતું કે, નિકુંજભાઈએ દિવાળીના એક દિવસ પહેલાં પોતાના ઘરે છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. નિકુંજને દિવાળીના વેકેશનમાં ફરવા જવાનું હતું. જે બાબતે તેના પિતા પાસે પૈસા માગ્યા હતા. પિતાએ પૈસા ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે પૈસા આવશે ત્યારે બધા સાથે ફરવા જશુ એવું કહ્યું હતું. જે વાતનું માઠું લાગી આવતાં નિકુંજે પગલું ભર્યું હતું. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...