સુરતના કડોદરા વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીમાં આવેલા યુનિક એપોર્ટમેન્ટમાં રહેતી સગર્ભાએ ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. મહિલાએ આપઘાત કર્યા બાદ તેના ઘરમાં તપાસ કરતાં તેનો અઢી વર્ષનો મૃત બાળક પણ મળી આવ્યો હતો, જેથી પ્રાથમિક તબક્કે મહિલાએ પુત્રની હત્યા કર્યા બાદ કૂદીને આપઘાત કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ કડોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
પલસાણા તાલુકાના કડોદરાની શ્રી નિવાસ ગ્રીનસિટી ખાતે આવેલ સાંઈ એવન્યુ ખાતે બીજા માળે રહેતા મહેશભાઈ જિલજીત પાંડે મીલમાં નોકરી કરે છે, ઘરમાં પિતાજી, જીલજીત, પત્ની વિનિતાબેન(30) અને બે સંતાન સાથે રહે છે. બુધવારના રોજ મહેશભાઈ પાંડે તેનો મોટો પુત્ર આર્યન (4) અને પિતા સાથે રૂમમાં સૂતો હતો. પત્ની વનિતાને 5 માસનો ગર્ભ હોય, નાના પુત્ર કૃષ્ણા (2.5) સાથે બીજા રૂમમાં સૂતી હતી. મળસ્કે 4 વાગ્યાની આસપાસ વનીતાએ તેની સચિન ખાતે રહેતી નણંદને ફોન કરીને જણાવ્યું હતું, કે મેં અઢી વર્ષનો દીકરો ક્રિષ્નાની હત્યા કરી છે. અને હવે હું આત્મહત્યા કરવા જઈ રહી છું. ત્યાર બાદ વનીતાબેન પાંડે બિલ્ડિંગના ધાબા પર જઈ, બાદમાં નીચે પડતું મૂકી આત્માહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતાં કડોદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
પ્રાથમિક તપાસમાં આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસે એફ.એસ.એલની ટીમને બોલાવી હતી. ઉપરાંત બાળકની હત્યા કઈ રીતે કરી તે પણ જાણી શકાયું નથી. બીજી તરફ પતિ પત્ની વચ્ચે કોઇ ઝગડો ન હોવાનું પરિવારના સભ્યો જણાવી રહ્યાં છે. જોકે પોલીસ અલગ અલગ દીશામાં તપાસ કરી રહી છે. માતા પુત્રનું પીએમ પણ પેનલ તબીબની ટીમ પાસે કરવાની તજવીજ શરૂ કરી છે. ગર્ભવતી મહિલાએ પોતાના અઢી વર્ષનાં દીકરાની હત્યા કરી, અને પોતે પણ આત્મહત્યા કરવાનું પગલું ભરવા પાછળનું કારણ અકબંધ રહ્યું છે. પોલીસ પણ દિવસ દરમિયાન પૂછપરછમાં કોઈ કારણ જાણી શકી નથી.
મૃતકે નણંદ પર આરોપ લગાવ્યો હતો
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આપઘાત કરનારી મહિલાનું નામ વનિતાબેન પાંડે (ઉં.વ.30) અને પુત્રનું નામ ક્રિષ્ના (ઉં.વ. અઢી વર્ષ) છે. સગર્ભા વનિતાએ પુત્રની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. મહિલાના આપઘાત બાદ બાળકનો મૃતદેહ બંધ ઘરમાંથી મળી આવ્યો હોવાનું સૂત્રો કહી રહ્યાં છે. એટલું જ નહીં, પણ પુત્રની હત્યા બાદ મહિલાએ પોતાની નણંદ પર પુત્રની હત્યાનો આરોપ લગાવી ચોથા માળેથી મોતનો કૂદકો માર્યો હોવાનું સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું.
પરિવાર યુપીના રહેવાસી
રાજેશ પાંડે (મૃતકનો દિયર)એ જણાવ્યું હતું કે આજે સવારે ભાભીએ આવું પગલું કેમ ભર્યું, એ જ ખબર નથી પડતી. તેઓ યુપીના રહેવાસી છે અને ભાઈ મહેશના લગ્ન બાદ ભાઈ-ભાભી બે સંતાન મોટો પુત્ર આર્યન જે હાલ ઘરે છે અને નાનો પુત્ર ક્રિષ્ના જેનું મોત થયું છે. ભાઈ મહેશ ટેક્સટાઇલ્સમાં માસ્ટર છે. 10 વર્ષથી કડોદરમાં રહે છે. ભાભીના આપઘાત અને માસૂમ ક્રિષ્નાના મોતનું કારણ તો પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડી શકશે. પલસાણામાં પોસ્ટમોર્ટમ કરાયું છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે.
ફર્સ્ટ પર્સન | હું તરત કડોદરા પહોંચી પણ ત્યા સુધી મોડું થઇ ગયું હતું
વનિતાનો મારા મોબાઈલ પર મળસ્કે 4.12 ફોન આવ્યો અને વનિતાએ રડતા રડતા કહ્યું કે “હું એ મારા પુત્ર ક્રિષ્નાને મારી નાખ્યો અને હું ઉપરથી કૂદીને મરી જાવ છું “હુ એ એને એમ નહિ કરવા જણાવ્યું પરંતુ એણે ફોન કટ કરી નાખ્યો હું અને મારા પતિ તરત વનીતાના ઘરે આવ્યા અને મારા ભાઈ અને પપ્પાને જગાડ્યા જોયું તો ક્રિશ્ના રૂમમાં બેભાન હતો. અને વનીતાની લાશ નીચેથી મળી.વનિતા રોજ મારી સાથે ફોન પર વાતો કરતી કઈક તફલિક હોઈ એવું એણે મને ક્યારેય કહ્યું નહિ એને કઈ વાતની કમી નહોતી.આવું કેમ કર્યું એ જ સમજ નથી પડતી. > સીમા, વનિતાની નણંદ
પપ્પા સાથે સૂતો હોવાથી મોટા પુત્રનો જીવ બચ્યો
બનાવના દિવસે મોટો પુત્ર આર્યન દાદા અને પિતા સાથે અન્ય રૂમમાં સૂતો હતો. જેથી તે બચી ગયો હતો. જ્યારે અઢી વર્ષનો ક્રિષ્નાના નાકના ભાગે લોહીના નિશાન જોવા મળ્યા છે. તકિયાથી મોઢું દબાવી હત્યા કરી હોવાની શક્યતા હતી પોલીસે પેનલ ડોકટરથી પી.એમ કરાવતા બાળકનું મોત શ્વાસ રૂંધાવાથી થયું હોવાનો પ્રાથમિક તારણ છે.
રહસ્ય|વનિતા ફ્લેટની બારીથી કુદી કે ધાબેથી ?
વનિતાનો મૃતદેહ જ્યાંથી મળ્યો તેની ઉપર જ વનિતાના ફ્લેટની બારી આવે છે. પરંતુ વનીતાના ચપ્પલ ધાબા પરથી મળી આવ્યા હતા. જેથી વનિતા ધાબા પરથી કુદીને ફ્લેટની બારીમાંથી તે હજી ચોક્કસ જાણી નથી શકાયું પણ પોલીસના મતે વનીતા ધાબેથી કુદી હોવાનું પ્રાથમીક અનુમાન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.