તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ એક લૂંટેરી દુલ્હન:લગ્નના બે માસમાં જ ઘરેણાં-રોકડા મળી 4.50 લાખ લઈ ફરાર

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરથાણાના રત્નકલાકારની પિતરાઈ બહેનના લગ્નના ઘરેણાં પણ તફડાવી ગઈ

વધુ એક લૂંટેરી દુલ્હન વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. લગ્નના બે મહિનામાં જ ઘરમાંથી રોકડા અને ઘરેણાં મળીને 4.50 લાખ રૂપિયાની મત્તા લઈને નાસી ગઈ હતી. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, સરથાણામાં શામધામ રોડ પર સાંઈકૃપા સોસાયટીમાં રહેતા નરેશ પોપટ શિયોરા રત્ન કલાકાર છે. છ મહિના પહેલા તેમના સંબંધી હરસુખના દુકાને મમતા દૌરાણી (21 વર્ષ) ખરીદી માટે આવતી હતી. મમતા મુળ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના લાડખેટ થાનાના બાનાયત ગામની વતની છે.

ત્યારે મમતાએ હરસુખને કહ્યું હતું કે, કોઈ સારો યુવક હોય તો બતાવજો લગ્નની વાત કરવી છે. એટલે હરસુખે નરેશને આ વાત કરતા નરેશ અને મમતાની મુલાકાત કરાવી હતી. ત્યારે મમતાએ કહ્યું કે તેના લગ્ન થયા છે પરંતુ પતિથી ડિવોર્સ લેવાની છે. ત્યાર બાદ તે લગ્ન કરશે. નરેશ શિયોરાએ તૈયારી બતાવતા બંનેએ તારીખ 4 ફેબ્રુઅારીના રોજ વાડીમાં લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ તેઓ સારી રીતે રહેવા લાગ્યા હતા. 7 એપ્રિલના રોજ નરેશની ફોઈની દીકરીનું મામેરુ હોય નરેશના પિતાએ 30 ગ્રામનું મંગળસૂત્ર બનાવડાવ્યું હતું. તેમજ ઘરમાં બીજા ઘરેણાં અને રોકડા 1.50 લાખ રૂપિયા હતા.

તારીખ 25 માર્ચની રાત્રે મમતા ઘરમાંથી ઘરેણાં અને રોકડા મળીને 4.50 લાખ રૂપિયા લઈને નાસી ગઈ હતી. તેનો ફોન પણ બંધ હતો. પછી જાણવા મળ્યું હતું કે મમતાએ તેના પહેલા પતિ સાથે લગ્ન કર્યા બાદ માત્ર 15 દિવસમાં જ ડિવોર્સ લીધા હતા. ડિવોર્સ માટે મમતાએ પહેલા પતિ પાસેથી 3.50 લાખ રૂપિયા લીધા હતા. આ મામલે નરેશ શિરોયાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં મમતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...