ગરમીમાં રાહત:બે જ દિવસમાં તાપમાન 7 ડિગ્રી ગગડીને 33.6 ડિગ્રી થઈ ગયું

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 13 કિ.મીની ઝડપે દરિયાઇ પવન ફૂંકાતાં બફારામાં રાહત

શહેરમાં દરિયાઇ ભેજવાળા પવનોનું જોર વધતા બે જ દિવસમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રીથી 7 ડિગ્રી ગગડી 33.6 ડિગ્રી પહોંચી ગયું છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા શહેરીજનોને થોડી રાહત મળી છે. શહેરમાં 13 કિ.મીની ઝડપે દરિયાઇ પવનો ફૂંકાયા હતા.

વાતાવરણ આંશિક વાદળછાયું રહ્યું હતું. આગામી અઠવાડિયા સુધી દરિયાઇ પવનની દિશા રહેશે. આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં વધુ 1થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની વકી છે. મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી જઇ શકે છે ત્યારબાદ તાપામાનમાં સામાન્ય વધારો જોવા મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર ગુરુવારે શહેરનું મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી અને લઘુતમ 28.6 ડિગ્રી નોંધાયું હતું. બુધવાર કરતાં મહત્તમ તાપમાનમાં 3.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 0.2 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 79 ટકા અને સાંજે 68 ટકા રહ્યું હતું.

દક્ષિણ-પશ્ચિમ દિશાથી 13 કિ.મીની ઝડપે પવનો ફૂંકાયા હતા. નોંધનીય છે કે, દરિયાઇ પવન રહેવાના કારણે વાતાવરણમાં ભેજના પ્રમાણમાં વધારો થયો છે. ચાલુ સિઝનમાં 42 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...