તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:ત્રણ જ દિવસમાં વેક્સિન ખૂટી, 25 હજાર ડોઝ રહેતાં કેન્દ્ર 230થી ઘટાડી 95 કરાયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓેને રસી ફરજિયાત કરાઈ ત્યારે પાલિકા પાસે વેક્સિનનો જથ્થો પુરો થવાને આરે
  • ગુરુવારે 45 હજાર લોકોનું વેક્સિનેશન ત્રણ દિવસમાં સવા લાખ લોકોને રસી અપાઈ

સુરતમાં ત્રણ જ દિવસમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડતાં વેક્સિન કેન્દ્રોની સંખ્યા 230થી ઘટાડી દઈ 95 કરી દેવામાં આવી છે. એક તરફ, રાજ્ય સરકારે ગુરુવારે થિયેટરો, હોટલો સહિતના વ્યવસાયની સમય મર્યાદા વધારી ખોલવા માટેની છૂટ આપી છે પણ આ તમામ ધંધાર્થીઓએ વેક્સિન મૂકાવવી ફરજિયાત કરવામાં આવી છે. ત્યારે પાલિકા પાસે વેક્સિનનો સ્ટોક ખૂટી પડ્યો છે.

શુક્રવાર માટે પાલિકા પાસે માંડ 25 હજાર વેક્સિનનો સ્ટોક છે જેથી વહેલાં તે પહેલાંના ધોરણે સેન્ટરો પર રસી મુકાશે તેવી સ્થિતિ સર્જાશે તેમ પાલિકાના અધિકારીનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, રોજના એક લાખ લોકોને રસી આપવાનો ટાર્ગેટ છે. આ ટાર્ગેટ એચીવ થતો નથી પણ આ ટાર્ગેટ એચીવ કરવા માટે રસીનો જથ્થો જેટલો જોઈએ તેટલો પણ સરકાર પાસેથી મળતો નહીં હોવાનું અધિકારી સુત્રોનું કહેવુ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં પાલિકાએ અંદાજે 1.25 લાખ લોકોને વેક્સિન આપી હતી.

નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હવે વેક્સિન લેવી ફરજિયાત કરાઈ
જીટીયુની જેમ જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કોરોનાની રસી વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કરી છે. સેનેટ સભ્ય કનુ ભરવાડે જણાવ્યું હતું કે, જીટીયુએ પણ કોરોનાની રસી ફરજિયાત કરી છે. જેથી આપણી યુનિવર્સિટી પણ કોરોનાની રસી ફરજિયાત કરે તે માટે કુલપતિને રજૂઆત કરાઈ હતી.

જે પછી યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કરીને ડિપાર્ટમેન્ટના એચઓડી અને કોલેજોના આચાર્યોને જણાવ્યું હતું કે, કોરોનાને નિયંત્રણમાં લાવવા અને વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે યુનિવર્સિટીના તમામ 18 વર્ષના વિદ્યાર્થીઓને રસીકરણ કરાવવા આગ્રહપૂર્વક વિનંતી કરવાની રહેશે. કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને અગ્રતા આપવાની રહેશે. વિદેશી વિદ્યાર્થીઓને રસી આપવા માટે સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

આટલા વેપારીઓએ વેક્સિન મુકાવી

રિયલ એસ્ટેટ7000
ઓટો મોબાઈલ3500
ડાયમંડ2.50લાખ
થિએટર2000
રિટેઈલ40000
કાપડ02લાખ
અન્ય સમાચારો પણ છે...