તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાશકારો:માંડવીના પીપરિયા ગામે ચાર જ દિવસમાં બીજો દીપડો પાંજરે પુરાયો

માંડવી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં 18મી ફેબ્રુઆરીના રોજ એક 3 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ હતી

માંડવી તાલુકાના તાપી નદી કિનારે આવેલ પીપરિયા ગામે સોમવારની મધ્યરાત્રીએ એક કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. ચાર દિવસમાં બીજો દીપડો પાંજરે પુરાયો છે. માંડવી તાલુકાના પીપરિયા ગામે અવાર નવાર દીપડાઓ નજરે પડતા હોય છે. ગત 18મીના રોજ એક 3 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ હતી. ત્યારબાદ ત્યાં અન્ય દીપડાઓ નજરે પડતાં દક્ષિણ રેન્જના ફોરેટર ઉપેન્દ્ર રાઉલજીના માર્ગદર્શન હેઠળ વનવિભાગ દ્વારા હનુમાનજી દાદાના મંદિર પાછળ પાંજરુ ગોઠવવામાં આવ્યા હતું.

22મીની મધ્યરાત્રીએ એક કદાવર દીપડો મારણ ખાવાની લાલચે પાંજરે પુરાયો હતો. દીપડો પકડાયો હોવાની જાણ વિભાગને કરતાં વનવિભાગે દીપડાનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ દીપડો 6 વર્ષનો હોવાનું જાણવા મળેલ છે. દીપડો તંદુરસ્ત છે જેને સુરક્ષિત જંગલમાં છોડવામાં આવશે હોવાની માહિતી વનવિભાગ દ્વારા જણાવેલ છે.

રવિવારના રોજ દીપડો પાંજરામાં આવી મરઘી ખાઇ જતો રહ્યો હતો
દીપડો દેખાતા વનવિભાગ દ્વારા ફરી પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. રવિવારના રોજ દીપડાને પકડવા માટે મારણમાં મરઘી મુકી હતી, જે મરઘી ખાવા દીપડો પાંજરામાં આવ્યો હતો, પરંતુ પાંજરુ બંધ ન થતાં દીપડો મીજબાની કરી જતો રહ્યો હોવાનું જાણવા મળે છે. બીજા દિવસે વનવિભાગે ફરી મારણ મુકતા દીપડો ઝડપાયો હતો.

થોડા સમય પહેલાં બે દીપડાની લડાઇમાં એક ઘાયલ થયો હતો
ગત થોડા સમય પહેલા આ વિસ્તારમાં બે દીપડાઓ વચ્ચે લડાઈ થઈ હતી. જેમાં એક દીપડો લોહી લુહાણ થઈ ગયો હતો. જે વિગત ગ્રામજનો જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...