નવી તક:માત્ર 6 વર્ષમાં શહેરમાં લેબગ્રોન ડાયમંડની 400 કંપની ધમધમતી થઈ ગઈ, 3 વર્ષમાં માંગમાં 300 ટકાનો વધારો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકારને રજૂઆત કરી શકાય તે માટે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન બનાવાયું
  • વિદેશની માર્કેટોમાં માંગ વધતાં શહેરના ઉદ્યોગકારોને બખ્ખા થઈ ગયા

રિયલ ડાયમંડની જેમ હવે વિદેશી માર્કેટોમાં લેબગ્રોન ડાયમંડની માંગ પણ ‌વધી રહી છે. લોકો હવે આ ડાયમંડમાંથી બનેલી જ્વેલરી પણ પહેરતા થયા છે ત્યારે શહેરના હીરા વેપારીઓને તેમાં તક દેખાઈ રહી છે. શહેરમાં 6 વર્ષમાં 400 લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ શરૂ થઈ ગઈ છે. જ્યારે આ ડાયમંડની માંગમાં 3 મહિનામાં 38 ટકાનો તથા 3 વર્ષમાં 300 ટકાનો વધારો થયો છે.

લેબગ્રોન ડાયમંડની માંગ ‌‌વધતા શહેરમાં મેન્યુફેચરિંગ એકમો પણ વધ્યા છે. આ ઉપરાંત સરકારને રજૂઆત કરી શકાય તે માટે શહેરની લેબગ્રોન ડાયમંડ કંપનીઓએ સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશનની સ્થાપના પણ કરી છે, જેની બુધવારે પહેલી બેઠક મળી હતી.

વિદેશીઓ હવે લેબગ્રોન હીરાનાં ઘરેણાં સ્વિકારતા થયા
શહેરમાં છેલ્લાં 6 વર્ષથી લેબગ્રોન ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવી રહ્યું છે. હવે જ્યારે વિદેશના માર્કેટોમાં લેબગ્રોન ડાયમંડ અને તેમાંથી બનેલી જ્વેલરીને લોકો સ્વિકારતા થયા છે ત્યારે સુરતમાં પણ લેબગ્રોન ડાયમંડ બનાવતી કંપનીઓ પણ ધીમે ધીમે વધી રહી છે. શહેરમાં નાની-મોટી મળીને હાલ 400 ડાયમંડ કંપનીઓ કાર્યરત છે.

શહેરમાં લેબગ્રોનની જ્વેલરી બનાવતી 4 કંપનીઓ કાર્યરત
અમેરિકા, હોંગકોગ લેબગ્રોન ડાયમંડના કસ્ટમર છે. સુરતમાં જેટલા ડાયમંડ બને છે તે તમામ મોટા ભાગે એક્સપોર્ટ થઈ રહ્યા છે. પરંતુ શહેરમાં હવે ધીમે ધીમે લેબગ્રોન ડાયમંડમાંથી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ શરૂ થઈ ગઈ છે. હાલ શહેરમાં આવી 4 કંપનીઓ કાર્યરત છે. જે મોટાભાગની જ્વેલરી વિદેશમાં એક્સપોર્ટ કરે છે.

રીયલ ડાયમંડ કંપનીઓ જેવી સુવિધા લેબગ્રોન કંપનીને પણ મળવી જોઈએ
લેબગ્રોન ડાયમંડ એસો.ના મેમ્બર સ્નેહલ પટેલે કહ્યું કે, ‘રિયલ ડાયમંડની કંપનીઓ જેવી સુવિધા લેબગ્રોન ડાયમંડ કંપનીઓને મળે તે માટે એસોસિએશનનું ગઠન કરાયું છે.

છેલ્લા 5 વર્ષમાં લેબગ્રોન ડાયમંડની માંગમાં મોટાપાયે વધારો જોવા મળ્યો
એસો.ના પ્રમુખ બાબુ વાઘાણીએ જણાવ્યું કે, ‘5 વર્ષમાં લેબગ્રોન ડાયમંડનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે. હવે વિદેશીઓ રિયલની જગ્યાએ લેબગ્રોનના દાગીનાની ખરીદી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...