રિઝલ્ટ જાહેર:11 દિવસમાં જ CSEETનું રિઝલ્ટ અંકિતા મહેતાના 171 માર્ક આવ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપની સેક્રેટરીઝનું પરિણામ જાહેર, 3 વિદ્યાર્થી ટોપ પર
  • 7 મે ના રોજ 200 માર્કની પરીક્ષા લેવાઈ, હવે જુલાઈમાં લેવાશે

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાએ કંપની સેક્રેટરી એક્ઝિક્યૂટિવ એન્ટ્રસ ટેસ્ટનું રિઝલ્ટ જાહેર કર્યું છે. જેમાં એક્ઝિક્યૂટિવ એન્ટ્રસ ટેસ્ટમાં શહેરના ત્રણ વિદ્યાર્થીઓના 140 કે તેના કરતા પણ વધારે માર્ક્સ આવ્યા છે. આ પરીક્ષા કંપની સેક્રેટરી કોર્સના પહેલા તબક્કાની હોય છે.

એવામાં જ ગત 7 મે, 2022ના દિવસે આઇસીએસઆઇએ સીએસઇઇટી લીધી હતી. જેનું રિઝલ્ટ 18 મે, 2022 એમ 11 જ દિવસમાં જાહેર કરાયું હતું. શહેરના જાણતા સીએ અને સીએસ સ્નેહ ભાટીયાએ જણાવ્યું હતું કે, સીએસઇઇટી 200 માર્ક્સની હતી. જેમાં અમારા 10 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. એમાં અંકિતા મહેતાના 171 માર્ક્સ, ખુશાલી શાહના 146 માર્ક્સ અને પ્રતિક્ષા બોહરાના 140 માર્ક્સ આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે, ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયા વર્ષમાં 4 વખત જાન્યુ., મે, જુલાઈ અને નવેમ્બરમાં CSEET પરીક્ષા લે છે. CSEETની જુલાઈ 2022ની પરીક્ષાની નોંધણી 15 જૂને બંધ થશે. જ્યારે જુલાઈ 2022 માટે CSEET પરીક્ષા 9 જુલાઈ, 2022 ના રોજ લેવામાં આવશે.

યુજી પાસ હશે તો CSEET ટેસ્ટ નહીં આપવી પડે
હવે ઇન્સ્ટિટ્યૂટ અગામી તા. 9 જૂને સીએસઇઇટી લેવા જઈ રહી છે. જોકે, આ ટેસ્ટને લઇને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ દેખાયો છે. વિદ્યાર્થીએ અંડર ગ્રેજ્યુએટ પાસ કર્યું હશે તો સીએસની એન્ટ્રસ્ટ ટેસ્ટ સીએસઇઇટીમાંથી મુક્તિ અપાશે અને બીજા તબક્કાની સીએસ એક્ઝિક્યુટિવમાં ડાયરેક્ટ એન્ટ્રી લઇ શકશે. જેથી આ કોર્સ શોર્ટ ટર્મમાં જ પૂર્ણ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...