• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Just 1 Day Of Tapi Pujan, The Kalash Of Paravar Gandaki Pujapa Was Also Broken On The Bank For The Whole Year, Palika Tantra Is Completely Dull.

ભાસ્કર વિશેષ:માત્ર 1 દિવસ તાપી પૂજન ને આખુ વર્ષ કિનારે પારાવાર ગંદકી પૂજાપાના કળશ પણ તૂટી ગયા, પાલિકા તંત્ર સદંતર નિરસ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કાપોદ્રા સિદ્ધકુટીર ઓવારો - Divya Bhaskar
કાપોદ્રા સિદ્ધકુટીર ઓવારો
  • 6ઠ્ઠીએ શહેરભરમાં થનારી તાપી પ્રાગટ્ય દિવસની ઉજવણી કેટલી યોગ્ય?

અષાઢ સુદ સાતમના દિવસે તાપી પ્રાગટ્ય દિવસ હોવાથી મહાનગરપાલિકા સરકાર અને વિવિધ સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા તાપીનું પૂજન કરવામાં આવે છે પરંતુ વર્ષના બાકીના બધા જ દિવસોમાં તાપી કિનારે ગંદકી ભારોભાર જોવા મળે છે. કેટલીક સંસ્થાઓ પ્રયાસ કરે છે પરંતુ સંપૂર્ણ સફળતા મળતી નથી.

કાપોદ્રા સિદ્ધકુટીર ઓવારો
કાપોદ્રા સિદ્ધકુટીર ઓવારો

6 જુલાઈએ તાપી પ્રાગટ્ય દિવસ હોવાથી પાલિકા સાથે અનેક સંસ્થાઓ ઉજવણીની તૈયારી કરી રહ્યા છે પરંતુ ઘણા બધા કિનારાઓ પર ગંદકીનું સામ્રાજ્ય છે. વર્ષો પહેલા સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી દરેક ઓવારા પર પૂજાપો એકત્ર કરવા કળશ મુકેલા હતા, જે આજે તૂટી ગયા છે. કોઈ સેવાભાવી સંસ્થા કે વ્યક્તિ કિનારો સાફ કરે તો ઠીક બાકી પાલિકા તંત્ર સફાઈ માટે આવતું નથી.

કયા કયા ઓવારા પર ગંદકી વધુ જોવા મળે છે
નાના વરાછા રામજી મંદિર ઓવારા, કાપોદ્રા સિદ્ધકુટીર ઓવારા, અશ્વિનકુમાર લાલ કાકા ઓવારો, અશ્વિનકુમાર પાંચ પાંડવો ઓવારા, અમરોલી લંકા વિજય ઓવારા.

‘કચરો કાઢીએ તે કોઈ લેવા માટે આવતું નથી’
બિલ્ડીંગ એલિવેશન મટિરિયલ્સના કોન્ટ્રાક્ટર રાજેન્દ્ર વીરાણીએ જણાવ્યું હતું કે ‘છેલ્લા બે વર્ષથી અમે કાપોદ્રા સિદ્ધિ એક કલાક તાપી શુદ્ધિકરણ માટે આવીએ છીએ. એક કલાકમાં જેટલું કામ થાય તેટલું કરીને જતા રહે છે. કચરો બહાર કાઢીએ પછી તે કોઈ ઉઠાવવા આવતું નથી. ઉનાળામાં તે સૂકાઈ જાય એટલે તેને સળગાવી દઈએ છીએ, પરંતુ અત્યારે વરસાદના કારણે તે શક્ય બનતું નથી. લોકોમાં જાગૃતિ આવે તંત્ર થોડું ધ્યાન આપે તો પવિત્ર તાપી માતા આખુ વર્ષ શુદ્ધ રહી શકે.

અન્ય સમાચારો પણ છે...