તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના ગંભીર દર્દી વધ્યા:જુલાઇમાં રોજના 300 રેમડેસિવીર વપરાતા, હાલ 700ની જરૂર પડે છે

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જુલાઇના પીક કરતા સુરતમાં અત્યારે કોરોના વધુ ઘાતક

શહેરમાં કોરોનાના કેસ વધતા ફરી એકવાર રેમડેસિવીર ઇન્જેક્શનની માંગમાં અસહ્ય વધારો થયો છે. શહેરમાં ઇન્જેક્શન પણ માંડ - માંડ મળી રહ્યા છે. ગુરુવારે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં અંદાજે 700 જેટલા રેમડેસિવીર ઇન્જેક્શનનો ઉપયોગ કરાયો હતો. 20 દિવસ અગાઉ 75થી 100 જેટલા જ ઇન્જેક્શન સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં વપરાતા હતા.

જોકે જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં કોરોના પીક પર હતો ત્યારે પણ શહેરની સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં અંદાજે 300થી 350 જેટલા રેમડેસિવીર ઇન્જેક્શનનો ઉપયોગ થતો હતો. તેની સામે હાલ માર્ચ-એપ્રિલની બીજી લહેરમાં સિવિલમાં 400 અને સ્મીમેર હોસ્પિટલમાં 300 જેટલા રેમડેસિવીર ઇન્જેક્શનની ઉપયોગ થઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

હીરા-કાપડ બજારના 11 વેપારીને ચેપ
શુક્રવારે વિદ્યાર્થીઓ,નોકરિયાતો અને અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ઉપરાંત 15 રત્નકલાકાર અને ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા 11 લોકોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો