સફળતા:JEE-મેઇનમાં સુરતનો તનય દેશના ટોપ-100માં 59મા ક્રમે; 3 પરીક્ષા બાદ પ્રશ્નોની સ્ટ્રેટેજી જાણી સફળ થયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તનય તયાલ - Divya Bhaskar
તનય તયાલ
  • પહેલી ટ્રાયલમાં 99.97, બીજીમાં 99.99, ત્રીજીમાં 99.99 પર્સેન્ટાઇલ

એનટીએએ બુધવારે જેઇઇ મેઇનના ચોથા સેશનના રિઝલ્ટ સાથે રેન્ક પણ જાહેર કર્યા છે. જેમાં સુરતના તનય તયાલે દેશમાં 59 નંબર પર સ્થાન મેળવ્યું છે. તનયે 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. તનય આ પહેલાના ત્રણેય સેશનમાં ટોપર રહ્યો હતો. પહેલી ટ્રાયલમાં 99.97, બીજીમાં 99.99 અને ત્રીજીમાં 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા હતા. તનયનો કુલ એનટીએ સ્કોર 99.99 મળ્યા છે.

તનયે કહ્યું કે, મેં વિચાર્યું પણ ન હતું કે હું ટોપ-100માં આવીશ. મારું ફોકસ જેઇઇ એડવાન્સ પર છે. મેં પહેલા, ત્રીજા અને ચોથા સેશનમાં મેથ્સમાં અને બીજી ટ્રાયલમાં ફિઝિક્સમાં 100માંથી 100 પર્સેન્ટાઇલ મેળવ્યા હતા. હું રોજ 8થી 10 કલાકનું વાંચન કરતો હતો. મેં ત્રણેય ટ્રાયલ અપાવ્યા પછી કયા પ્રકારના પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે તેની ખબર પડતા ફાયદો થયો હતો. મેઇની બે ટ્રાયલ પછી એડવાન્સની તૈયારી શરૂ કરી હતી. એડવાન્સ-મેઇનના કોર્સોમાં તફાવત નથી. પણ બન્નેની પેપર સ્ટાઇલ અલગ છે. મારી ઈચ્છા એડવાન્સમાં ટોપ-50 માં આવવાની છે. જેઈઈમાં સ્કોર કરવા માટે ધોરણ-11થી જ તૈયારી શરૂ કરવી જરૂરી છે.

OBCમાં હર્ષ 32મા, EWSમાં સોહમ 93મા ક્રમે
પી.પી. સવાણી સ્કૂલમાં 7 વિદ્યાર્થીઓએ 99 પર્સેન્ટાઇલથી વધારે પરિણામ પ્રાપ્ત કર્યું છે. હર્ષ વાવડીયાએ 93.72 અને જયેશ પાટીલે 99.35 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. જો કે, આ બન્ને વિદ્યાર્થીઓ આઇઆઇટીમાં કોમ્પ્યુટર એન્જિન્યરિંગ કરવા ઇચ્છે છે. હર્ષના પિતા હિ રાની મંજૂરી કામ કરે છે તો જયેશના પિતા રેલવે પોલીસ છે. હર્ષ ઓબીસી કેટેગરીમાં દેશમાં 32માં નંબરે આવ્યો છે. હર્ષ ફિઝિકલ હેન્ડિકેમ્પ છે. કૌશલ વિદ્યાલયમાં 74 વિદ્યાર્થી જેઇઇ એડવાન્સ માટે ક્વોલિફાઇડ થયા છે. જેમાં વિરડિયા સોહમ 99.92 પર્સેન્ટાઇલ સાથે દેશમાં જનરલ અને ઇડબલ્યુએસમાં 93માં નંબરે છે.

અન્ય સમાચારો પણ છે...