તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જહાંગીરપુરામાં મિત્રની પત્ની પર યુવકે બળાત્કાર ગુજાર્યો

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જહાંગીરપુરામાં ૨૦ વર્ષિય યુવકે તેના મિત્રની પત્ની પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે. જહાંગીરપુરા પોલીસના જણાવ્યા અનુસાર મોહમદ અકરમ ( નામ બદલ્યું છે) તેની પત્ની ૨૧ વર્ષિય મુમતાઝ( નામ બદલ્યું છે) સાથે એક એપાર્ટમેન્ટમાં રહે છે. રવિવારે મધ્યરાત્રે અકરમનો મિત્ર સોહેલ ઉર્ફ જનતા અકરમને મળવા તેના ઘર પાસે ગયો હતો. સોહેલે ફોન કરીને અકરમને નીચે બોલાવ્યો હતો. ત્યાં થોડા સમય સુધી બંનેએ વાત કરી હતી. પછી સોહેલે અકરમને કહ્યું કે હું ઉપરથી થોડા સમયમાં આવું.

ત્યારે સોહેલ અકરમના ફ્લેટ પર ગયો હતો. ત્યાં તેને ડોરબેલ વગાડી હતી. મુમતાઝને એવું કે તેનો પતિ આવ્યો એટલે તેણે દરવાજો ખોલ્યો હતો. ત્યારે સોહેલે મુમતાઝનું મોઢું દબાવી તમાચા માર્યા હતા. ત્યાર બાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ સોહેલે નીચે આવીને અકરમને કહ્યું કે તેણે તેની પત્ની સાથે મજા કરી. ત્યાર બાદે સોહેલ ત્યાંથી નાસી ગયો હતો. અકરમે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. રાત્રે પોલીસે બળાત્કારની ફરિયાદ દાખલ કરી હતી. આરોપી સોહેલને કોસાડથી ઝડપી પાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...