કાર્યવાહી:જહાંગીરપુરામાં સવા કલાકમાં 1.22 લાખના ઘરેણાં ચોરનાર 2 ઝડપાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બંને કામવાળીઓને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડી કાર્યવાહી કરી

સવા કલાકમાં ઘરકામ કરવા આવેલી બે કામવાળી 1.22 લાખના ઘરેણાં ચોરી કરી રફુચક્કર થઈ ગઈ હતી. આ ઘટનામાં જહાંગીરપુરા પોલીસે ગણતરીના દિવસોમાં જ બન્ને કામવાળીને પકડી પાડી હતી. જહાંગીરપુરા કેનાલ રોડ પર સંગીની સ્વરાજ રેસીડન્સીમાં રહેતા અને ટીવી રિપેરીંગનું કામ કરતા વિપુલ અરૂણ ગાંધીના ઘરે 13મી તારીખે બે કામવાળી સાડા દસ વાગ્યે આવી હતી. બન્ને કામ કરીને પાછી પોણા બાર વાગ્યે નીકળી ગઈ હતી. આમ બંને કામવાળીએ સવા કલાકમાં જ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી.

તે સમયે વિપુલ ગાંધીએ બન્ને ઍડ્રેસ પણ પૂછ્યું હતું. 14મી તારીખે કબાટ ખોલતા 1.22 લાખના દાગીના ગાયબ હતા. આથી કામવાળી સામે શંકા ગઈ હતી. આ ઘટના બાબતે મકાનમાલિકે જહાંગીર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જેના આધારે જહાંગીરપુરા પોલીસે કામવાળી ગીતા ઉર્ફે બળેલી ગોવર્ધન વાઘરી અને લક્ષ્મી ઉર્ફે ઠગી ભરત પવાર(બન્ને રહે,પનાસગામ)ની પકડી પાડી હતી અને તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...