તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:IDS રિઓપનમાં કરદાતાએ હવે રિટર્ન ફરી ભરવા પડશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાણાં ક્યાંથી આવ્યા તે પણ જણાવવું પડશે

આઇડીએસમાં હજાર કોરડ સુધીના ડિક્લેરેશન કરનારા 300 કરદાતાઓએ ફરી રિટર્ન ભરવા પડશે. એસેસમેન્ટ યર 2016-17ના વ્યવહારો ફરી એકવાર આઇટીના રડાર પર આવી જશે. આ કરદાતાઓ માટે સૌથી મોટી તકલીફ એ થઈ છે કે સ્કીમ અનુસાર અગાઉ જે રૂપિયા જાહેર કરાયા હતા. તેમાં ઇન્કવાયરી થવાની નહતી. રૂપિયા ક્યાથી આવ્યા એની વિગતો આપવાની નહતી.

પરંતુ કેસ રિઓપન થતાં જ હવે તમામ વિગતો આપવી પડશે. નોંધનીય છે કે, બ્લેક મનીની ગુપ્તતાના લીધે જ અનેક સુરતમાં 1 કરોડથી લઇને 250 કરોડ સુધીની જાહેરાત કરી હતી. સી.એ. પ્રદીપ સિંઘી કહે છે કે, ટેક્નિકલી જોઇએ તો ડિપાર્ટમેન્ટ તેની જગ્યાએ ખરું છે, પરંતુ લોકોએ જે જાહેરાતો કરી હતી તેની વિગતો આપવી જ પડશે.

30 દિવસમાં જ જવાબ રજૂ કરવાના રહેશે
રી-ઓપનની નોટિસ ઇશ્યુ થયા બાદ હવે 30 દિવસમાં કરદાતાઓએ જવાબ આપવાના રહેશે. પહેલાં રિટર્ન ફાઇલ કરવાનું રહેશે. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ આ કેસ કેમ રિ-ઓપન થયા તેની વિગતવાર માહીતી આપશે. સી.એ. ડેનિશ ચોકસી કહે છે કે જો કરદાતાએ ડિસ્કલોઝર કરીને એસેટ ચોપડે બતાવી ન હશે તો રી-ઓપન ડ્રોપ થશે.

અન્ય સમાચારો પણ છે...