હોંગકોંગમાં 29 હીરા વેપારીઓ સાથે ચિટિંગ કરનાર યુવકને વેપારીઓએ ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના વ્યક્તિએ ચીટિંગ કરવાના ઈરાદા સાથે હોંગકોંગની અનેક ઓફિસોમાંથી પહેલા કટ એન્ડ પોલિશ્ડ હીરા ઉધારમાં વેપારીઓ પાસેથી લઇ કહ્યું હતું કે, ‘હું આ માલને મારી પાર્ટીને બતાવી દઉ જો તેમને પસંદ આવશે તો તમને પેમેન્ટ આપી જઈશ અને જો તેમને પસંદ નહીં આવે તો આ હીરા તમને પરત આપી જઈશ.’
આ રીતે આ રાજસ્થાની યુવકે 29 જેટલી પાર્ટીઓ પાસેથી આ રીતે ઉધારમાં કટ એન્ડ પોલિશ્ડ હીરાની ખરીદી કરી હતી. પહેલી ત્રણ વખત માલ ખરીદીને પેમેન્ટ સમયસર ચૂકતે કર્યુ હતું. પરંતુ ત્યાર બાદ આ યુવક દ્વારા પેમેન્ટ ચૂકવવામાં આવ્યું હતું ન હતું. એટલે ઉધારમાં તૈયાર હીરા આપનાર વેપારીઓએ આ યુવકની શોધખોળ કરીને તપાસ કરી હતી.
આ યુવકે જેમને માલ આપ્યો હતો તે વેપારીઓના એડ્રેસ લીધા અને તેમનો કોન્ટેક્ટ કર્યો. આ રીતે હોંગકોંગમાં 29 હીરા વેપારીઓના 15 કરોડથી વધારે રૂપિયાનું ઉઠમણું થવાથી બચી જવા પામ્યું હતું.
29 કંપનીઓ સુરત અને મુંબઈની હતી
સુરત અને મુંબઈના અનેક હીરા વેપારીઓની ઓફિસો હોંગકોંગનમાં પણ આવેલી છે. આ ઘટનામાં કુલ 29 હીરા કંપનીઓના નાણા ફસાયા હતાં. જેમાંથી કંપનીઓ સુરત અને મુંબઈની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.