તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:હીરાબુર્સમાં યુવકે ફાંસો ખાધો, રામમઢી જઈ આધેડે દવા પીધી

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • શહેરમાં જુદા જુદા વિસ્તારમાં વધુ 4 યુવકોનો આપઘાત

શહેરમાં વધુ 4 યુવકોએ આપઘાત કર્યો છે. જેમાં એક યુવકે તો ડાયમંડ બુર્સમાં આપઘાત કરી લીધો છે. ઉપરાંત 3 યુવકોમાં એક યુવકે ટ્રેનની અડફટે તો બીજાએ તાપીમાં મોતની છલાંગ અને ત્રીજાએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. શહેરમાં આપઘાત અટકવાનું નામ લેતું નથી. ડેઇલી 3 લોકો સુરત શહેરમાં આપઘાત કરતા હોય છે. તેમાં પણ ખાસ કરીને લોકો ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા હોવાનો બનાવો સૌથી વધારે પોલીસમાં નોંધાયા છે.​​​​

ભાગળના શખ્સે નહેરૂ બ્રિજથી છલાંગ મારી
​​​​​​​- મૂળ પશ્વિમ બંગાળથી 5 દિવસ પહેલા સુશીલ કાર્તિક કર્માકર સુરતમાં ડાયમંડ બુર્સમાં મજૂરી માટે આવ્યો હતો. જોકે બિમાર હોવાથી નોકરી જોઇન્ટ કરી ન હતી. 25મીએ બપોરે રૂમમાં ફાંસો ખાધો હતો.
- નહેરૂ બ્રિજથી ભાગળના શખ્સે મોતની છલાંગ મારી હતી. જેની લાશ 25મીએ ડંકા ઓવારા નદીના કિનારા મળી છે. મરનારનું નામ ઝાફરમીયા ઉર્ફે મુન્ના હમઝામીયા શેખ છે અને તે છુટક મજૂરી કરે છે.
- રિંગરોડની માર્કેટમાં કાપડના વેપારીના 22 વર્ષીય ભાઈ બાલ ગોવિંદ તેજલાલપ્રસાદ વર્માએ ટ્રેનની અડફટે મોત થયું છે. જો કે તેણે આપઘાત કર્યો કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
- સિંગણપોરના 50 વર્ષીય વલ્લભ કડવા સુતરીયાએ રામમઢી ખાતે 17મીએ દવા પી લેતા દાખલ કરાયા હતા. 21મી તારીખે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 25મીએ દવાની અસરથી મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો