સુરતના હજીરા વિસ્તારમાં એક કન્ટેનર પલટી મારી ગયું હતું. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કન્ટેનર પલટી મારી ગયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેદ થઈ જતાં ઘટના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
હજીરામાં ટેન્કરે પલટી મારી
સુરત શહેરમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ સુરતના હજીરા વિસ્તારમાં એક કન્ટેનર પસાર થઇ રહ્યું હતું. આ દરમિયાન સાઇકલ ચાલક સામેથી આવી રહ્યો હતો તે વેળાએ અચાનક જ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કન્ટેનર રોડની બાજુની સાઈડમાં રહેલા ખાડામાં પટકાયું હતું. કન્ટેનર પલટી ખાઇ બાદ ભારે નુકસાન પણ થયું હતું. આ ઘટના બાદ ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવાના સમાચાર સામે આવ્યા નથી.
ઘટના સીસીટીવીમાં કેદ
ટેન્કર પલટી મારવાની આ ઘટના નજીકમાં રહેલ સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કન્ટેનર ચાલક કન્ટેનર લઈને પસાર થઇ રહ્યો હતો અને તેણે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કન્ટેનર પલટી ગયું હતું.હાલ આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.