ફરિયાદ:હજીરામાં આંખ મારી છેડતી કરતા આધેડને પરિણીતાએ ઝાડુથી માર્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હજીરાના નવા મહોલ્લામાં રહેતા આધેડે દારૂના નશામાં પરિણીતાને આંખ મારી છેડતી કરતા પરિણીતાએ જાહે૨માં ઝાડુ વડે ધોલાઈ કરી નાખી હતી. માર ખાધા બાદ પણ 2 છોકરાનો પિતા પરિણીતાનો પીછો કરી ઘરે ગયો હતો અને મને માર કેમ માર્યો તેમ કેહતા મહિલાએ ત્યાં ફરી માર મારી પોલીસને સોંપ્યો હતો. મહિલાની ફરિયાદને આધારે પોલીસે આધેડ સામે છેડતીનો ગુનો નોંધ્યો હતો.

હજીરામાં રહેતી પરિણીતા સાંજે હજીરાગામમાંથી પસાર થઇ રહી હતી ત્યારે હજીરામાં જ નવા મહોલ્લામાં રહેતા 48 વર્ષીય હેમંત પટેલ દારૂના નશામાં તેની સામેથી પસાર થતી મહિલાને ઈશારા કરી આંખ મારી હતી. તેમજ તેને સ્પર્શ કરવાની કોશિષ કરી હતી. આથી પરિણીતાએ ઝાડથી હેમંતની ધોલાઈ કરી નાખી હતી. જો કે, ત્યારબાદ પણ આરોપી તેનો પીછો કરી ઘરે પહોંચ્યો હતો અને મને કેમ માર માર્યો કહેતા પરિણીતાએ ફરી જાહેરમાં ફટકારી પોલીસને બોલાવી સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...