તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેમડેસિવિરથી વધ્યા ડાયાબિટિસના કેસ:ગુજરાતમાં કોરોનાથી રિકવર થયેલા 2000થી વધારે દર્દીનું સુગર લેવલ 300થી 400 સુધી વધ્યું

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
જીવન રક્ષક મનાતા રેમડેસિવિર ઈન્જેક્શનથી દર્દીઓના સુગર લેવલમાં વધારો થતો હોવાનું તારણ સામે આવ્યું છે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
જીવન રક્ષક મનાતા રેમડેસિવિર ઈન્જેક્શનથી દર્દીઓના સુગર લેવલમાં વધારો થતો હોવાનું તારણ સામે આવ્યું છે(ફાઈલ તસવીર)
  • તબીબોએ સલાહ આપતા કહ્યું, રિક્વર થયા બાદ નિયમિત બોડી ચેક અપ કરાવો

જે રેમડેસિવિર ઇન્જેક્શનને કોરોનાનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે એ ઇન્જેક્શન લોકોનું આરોગ્ય માટે હાનિકારક બની રહ્યું છે. રેમડેસિવિરના ડોઝ લેનાર દર્દીઓ એવી ગંભીર બીમારીનો ભોગ બની શકે છે જેની સામે તેમને જીવનભર ઝઝૂમવું પડી શકે એમ છે. તો નવી દિલ્હી સ્થિત એઇમ્સના ડાયરેક્ટ ડૉ.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે વારંવાર સીટી સ્કેન શરીર માટે હાનિકારક છે, તેનાથી કેન્સર થવાનું જોખમ છે. રેમડેસિવિર અને સ્ટેરોઇડના કૉમ્બિનેશનથી શરીરમાં સુગલ લેવલ વધી જાય છે. ડાયાબિટિસના દર્દીઓનું સુગર લેવલ 400 સુધી પહોંચી જાય છે.

શરીરન હોર્મોનમાં બદલાવ આવે છે
કોરોનાથી સાજા થયા બાદ શરીરના હોર્મોનમાં બદલાવ આવે છે અને દર્દીની જુદા-જુદા પ્રકારની સમસ્યાઓ થાય છે. રેમડેસિવિરની સાઇડ ઇફેક્ટના કારણે દર્દીને સાજા થયા બાદ પણ ડૉક્ટરોના ચક્કર કાપી રહ્યા છે. તેમછતાં પણ ડૉક્ટરો કોરોના પેશન્ટને રેમડેસિવિર ઇન્જેક્શન લખી રહ્યા છે અને લોકો બ્લેકમાં પણ તે ખરીદવા તૈયાર છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે કોરોનાથી રિકવર થયા બાદ દર્દીને પોસ્ટ કોવિડ કૉમ્પ્લિકેશન્સની સમસ્યા થાય છે.

દર્દીઓમાં સાઈડ ઈફેક્ટ વધી
સુરત શહેરમાં 2000 દર્દીને રેમડેસિવિરની સાઇડ ઇફેક્ટ થઈ હોવાનું સામે આવ્યું છે. આ એવા દર્દી છે જે 14 કરતા વધારે દિવસમાં રિકવર થયા છે તથા તેમને ઓક્સિજન, બાયપેપ કે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ દર્દીઓને થાક, ગભરામણ, શ્વાસ લેવામાં મુશ્કેલી, સાંધાની પીડા, અનિદ્રા, એન્ઝાયટી, નબળાઈ, ભૂખ ન લાગવી, સ્નાયુઓ ખેંચાવા વિગેરે જેવી સમસ્યા થઈ રહી છે.

આ નિયમિત ચેક કરાવો
- સીબીસી, લિપિડ પ્રોપાઇલ
- બ્લડ સુગર લેવલ, ઓક્સિજન લેવલની તપાસ
- ઇસીજી, છાતીનો એક્સ-રે, કેટલાક કેસમાં સોનોગ્રાફી અને એચઆરસીટી

કેટલા ટકા દર્દીને કેવી સમસ્યા
- 55થી 60% દર્દીનું સુગર લેવલ વધી ગયું. કિડની લિવરમાં સાઇડ ઇફેક્ટ થઈ છે.
- 25થી 30% દર્દી એન્ઝાયટી, ડિપ્રેશન અનુભવે છે.
- 60% દર્દીને લંગ્સ ફાઇબ્રોસિસ, ગભરામણ અને માથાનો દુ:ખાવો, પેશાબની સમસ્યા છે.
- 40% દર્દીને ગળામાં, છાતીમાં દુ:ખાવો અને સૂકી ખાંસી થાય છે.
- 20 % દર્દી વીકનેસ, થાક અનુભવે છે.

નોંધ: આ માહિતી ડૉક્ટરો સાથેની વાતચીતમાં સામે આવી છે. આ સમસ્યા એ દર્દીઓને થઈ છે જેઓ હૉસ્પિટલમાં ઓક્સિજન, બાયપેપ તથા વેન્ટિલેટર પર હતા.

રેમડેસિવિર ઇન્જેક્શન ઊંચા તાપમાને ખરાબ થઈ જતા રોકવા માટે રાજકોટમાં ઇન્જેક્શનને પાણીના થીજાવેલા પાઉચ સાથે પેક કરવાનો પ્રયોગ કરાયો છે. સ્થાનિક પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ આપેલા ઉપાયના આધારે આ શરૂઆત કરાઈ હતી

દર્દીઓને ડૉક્ટરોની સલાહ...
રેમડેસિવિર દરેક દર્દીને આપવાની જરૂર નથી. તેની અસર કિડની, લિવર પર થાય છે. માઇલ્ડ લક્ષણ ધરાવતા દર્દીને આપવું જોઈએ નહીં. સ્ટેરોઇડ આપવાથી સુગર લેવલ વધી જાય છે. તે લાંબા વખત સુધી રહે છે. જેમને કિડની, લિવરની તકલીફ છે તેમને રેમડેસિવિર આપવું જોઈએ નહીં. > ડૉ.પારુલ વડગામા, એચઓડી, ટીબી, ચેસ્ટ વિભાગ

રેમડેસિવિરથી લિવર પર વધારે અસર પડે છે. તેથી સમયાંતરે ચેકઅપ જરૂરી છે. સામાન્ય માણસનું સુગર લેવલ ખાલી પેટે 110 અને જમ્યાના એક કલાક પછી 140 હોય છે. રેમડેસિવિર તથા સ્ટેરોઇડના કારણે સુગર લેવલ વધે છે. ડાયાબિટિસના દર્દીનું સુગર લેવલ 400 સુધી વધી જાય છે. > ડૉ.વિવેક ગર્ગ, મેડિસિન વિભાગ, સ્મીમેર હૉસ્પિટલ

રેમડેસિવિર એન્ટિવાયરલ દવા છે. કોરોનાની નહીં. કોવિડ દર્દીને રેમડેસિવિરની સાથે સ્ટેરોઇડ આપવામાં આવે છે. તેનાથી સુગર લેવલ વધે છે તથા કિડની અને લિવર પર સાઇડ ઇફેક્ટ થાય છે. જેનાથી હિપેટાઇટસ, યુરિનની સમસ્યા, ભૂખ ન લાગવી વગેરે જેવા પ્રોબ્લેમ થઈ શકે છે. ડિપ્રેશન તથા એન્ઝાયટીની સમસ્યા પણ થાય છે. > ડૉ. નૈમિશ શાહ, મેડિસિન વિભાગ, સ્મીમેર હૉસ્પિટલ

રેમડેસિવિર અને સ્ટોરોઇડના કૉમ્બિનેશનથી સમસ્યા શક્ય
જે દર્દીઓને કોરોનાની સારવાર દરમિયાન રેમડેસિવિર કે સ્ટેરોઇડ આપવામાં આવે છે તેમને મુખ્યત્વે સુગર અને હોર્મોનલ ડિસઓર્ડરની સમસ્યા થાય છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે ગત દિવસોમાં આવા આશરે 2000 દર્દીઓ સામે આવ્યા છે જેમનું સુગર લેવલ વધી ગયું હતું. કોરોના પહેલા તેમનું સુગર લેવલ સામાન્ય હતું. પણ રેમડેસિવિર લીધા બાદ સુગર લેવલ 300થી 400 સુધી વધી ગયું. ડૉક્ટરોનું માનવું છે કે રેમડેસિવિર તથા સ્ટેરોઇડના કૉમ્બિનેશનથી શરીરમાં સુગર લેવલ ઝડપથી વધે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો