તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ગુજરાતમાં એક માત્ર સુરત મેયરનિધિ ફંડથી 648 દર્દીઓને કોરોનાકાળમાં 1.75 કરોડની મદદ મળી

સુરત12 દિવસ પહેલાલેખક: મોઈન શેખ
  • કૉપી લિંક
  • કોરોના સારવાર બિલના ચુકવણામાં દર્દીઓને ‘મેયર ફંડ’નું ઓક્સિજન મળ્યું

ગુજરાતમાં એક માત્ર સુરત મેયરનિધિ યોજના લાચાર પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. સમગ્ર ગુજરાતમાં માત્ર સુરત ખાતે જ અસ્તિત્વ ધરાવતું મેયર ફંડ કોરોના કાળમાં કોવિડ દર્દીઓ સહિત 648 પરિવારો માટે આર્થિક રાહતનો પર્યાય બન્યું છે. ગત દોઢ વર્ષમાં જ કોરોનાથી સાજા થયેલાં દર્દીઓ સહિત 648 દર્દીઓએ સુરત મેયર ફંડમાંથી 1.75 કરોડ રૂપિયાની સહાય મેળવી છે.

સુરત પાલિકામાં 1964થી મેયર નિધિ ફંડ ઊભું કરવામાં આવ્યું હતું. વર્ષ 1998 સુધી જરૂરિયાત મુજબ વિવિધ ગંભીર બીમારીઓમાં પુરેપુરું તેમજ અડધંુ સારવાર બિલ ચુકવણામાં સહાયરૂપ સાબિત થયેલાં મેયર ફંડને તે પછી નવાં ઠરાવ મુજબ હવે સારવાર બિલના 10 ટકા લેખે ચેક અર્પણ કરવામાં આવે છે. સુરત શહેરમાં જ ચાલતી એકમાત્ર આ યોજના એવી છે કે દર્દીનાં સાજા થયાં પછી પણ સારવાર ખર્ચમાં મદદ માટે તૈયાર રહે છે. આ સહાય યોજનાએ સરકારની અન્ય મોટી-મોટી સહાય યોજનાઓને પાછળ છોડી દીધી છે.

ડિસેમ્બર માસમાં 157 દર્દીઓએ સહાય મેળવી
લોકડાઉન તથા આંશિક પ્રતિબંધો વચ્ચે પણ વર્ષ 2021માં સંજોગોવસાત મેયરનિધિ કમિટિની એક જ બેઠક મળી હોવાથી ચાલુ વર્ષે કોરોના સહિત અન્ય બીમારીના કુલ 191 દર્દીઓને 49 લાખ રૂપિયાની સહાય મળી. માત્ર કોરોના કાળમાં જ 648 દર્દીઓને કુલ 1,75,74,400 રૂપિયાની સહાય કરવામાં આવી હતી.

સુરત મેયર ફંડમાંથી જ આર્થિક મદદ મળી હોવાની ખુબ જુજ લોકોને જ જાણ હતી. તેમ છતાં કોવિડ તથા અન્ય ગંભીર બીમારીના સારવાર ખર્ચમાં ગઇ હતી

7 સપ્ટેમ્બર, 2020132 દર્દીઓ28.53 લાખ
9 ઓક્ટોબર, 202096 દર્દી19.25 લાખ
2 નવેમ્બર, 202072 દર્દીઓને11.12 લાખ
11 ડિસેમ્બર, 2020157 દર્દી67.79 લાખ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...