તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક તરફી પ્રેમ:ગોડાદરામાં બળજબરીથી લગ્ન કરવા યુવકે યુવતીને માર માર્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોડાદરામાં એક તરફી પ્રેમમાં યુવકે યુવતીના ઘરે જઈને લગ્ન માટે દબાણ કરીને યુવતી ,તેની બહેન અને માતાને માર માર્યો હતો. ગોડાદરામાં સંજના (નામ બદલ્યું છે) તેના માતા-પિતા અને નાની બહેન મોનિકા સાથે રહે છે. બંને બહેનો જાપાન માર્કેટમાં મોડેલિંગનું કામ કરે છે . સંજનાની ઓળખાણ મદન સીરકી નામના યુવક સાથે થઈ હતી. મદન કાપડનો વેપાર કરે છે.

મદન સીરકીની મદદથી સંજનાએ ગોડાદરામાં મકાન ખરીદ્યું હતુ. ત્યાર બાદ મદન અવાર-નવાર સંજનાના ઘરે આવતો હતો. તે મોનિકાને ગંદી નજરથી જોતો હતો. તે અવાર- ઘરે આવીને હેરાન કરતો હતો. શનિવારે રાત્રે મદન સંજનાના ધરે જઈને સંજના-મોનિકા અને તેની માતા સાથે ઝગડો કર્યો હતો. સંજનાને તમાચો મારી દીધો હતો. મોનિકાને પેટમાં લાત મારી હતી. મોનિકાને ધમકી આપી હતી કે તે તેની સાથે લગ્ન નહી કરશે તો જાનથી મારી નાખશે.

મોનિકાની માતા વચ્ચે પડતા તેને પણ ધક્કો મારી નીચે પાડી દીધી હતી. સોસાયટીના લોકો ભેગા થતા મદન સીરકી ત્યાંથી નાસી ગયો હતો. સંજનાએ મદદ વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...