તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ગોડાદરામાં કુંવારી માતાએ 15 ડિગ્રી ઠંડીમાં નવજાતને ત્યજી દીધું, હોસ્પિટલમાં દાખલ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
માતાએ મરવા છોડ્યું પણ કુદરતે જીવ બચાવ્યો - Divya Bhaskar
માતાએ મરવા છોડ્યું પણ કુદરતે જીવ બચાવ્યો
 • પ્રમુખઆરણ્ય એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી શિશુ મળતાં રહીશે પોલીસને જાણ કરી હતી

ગોડાદરામાં પ્રમુખ આરણ્ય બિલ્ડિંગના પાર્કિંગમાં રવિવારે સાંજે અજાણી મહિલા નવજાત બાળકને ત્યજી ગઈ હતી. પોલીસે બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યું છે. બીજી તરફ પોલીસે મહિલાની ઓળખ કરી લીધી છે તે પણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હોવાની માહિતી મળી છે.

ગોડાદરામાં મિડાસ સ્ક્વેરની પાછળ પ્રમુખઆરણ્ય એપાર્ટમેન્ટના બિલ્ડિંગ નંબર બી-4ના પાર્કિંગમાં નીચે રવિવારે સાંજે 6 વાગે એક નવજાત બાળક મળ્યું હતું. તે જીવીત અવસ્થામાં હતું. પ્રમુખ આરણ્યના પાંચમાં માળે રહેતા પવન સોહનલાલ અગ્રવાલની નજર બાળક પર ગઈ હતી. જેથી તેમણે પોલીસને જાણ કરતા ગોડાદરા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે બાળકને કબજામાં લઈને હોસ્પિટલમાં દાખલ કર્યું છે. જ્યાં તેની હાલત સામાન્ય છે. પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાને પગલે લોકોએ જનેતા પર ફીટકાર વરસાવ્યો છે.

જનેતા આ જ વિસ્તારની 20 વર્ષીય યુવતી નીકળી
પોલીસ તપાસમાં માતાની ઓળખ થઈ છે.જે આજ વિસ્તારની 20 વર્ષિય યુવતી છે. લગ્ન વગર બાળકને જન્મ આપી પાપ છુપાવવા બાળકને ત્યજી દીધું હતું. હોસ્પિટલમાંથી રજા મળશે ત્યારબાદ પોલીસ તેની ધરપકડ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો