ધરપકડ:ગોડાદરામાં બોગસ ડોક્યુમેન્ટથી પ્લોટ વેચવાના ગુનામાં 2 ઝડપાયા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડમી મહિલા ઉભી કરી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા

ગોડાદરામાં ડમી મહિલા ઉભી કરી બોગસ દસ્તાવેજની મદદથી પ્લોટ વેચનારી ટોળકીના દલાલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ગોડાદરાના હરિઓમ નગરમાં પ્લોટના મૂળ માલિક જમનાબેન કૃષ્ણમૂર્તિ પાસેથી પાયલ બેને 2006માં પ્લોટ વેચાણથી લીધો હતો અને 2017માં અરજણ કાછડને વેચાણ કરી દીધો હતો. પ્લોટ વેચાણ કરી દીધો હોવા છતાં ટોળકીએ મૂળ માલિક જમનાબેન કૃષ્ણમૂર્તિના નામની ડમી મહિલાને ઊભી કરી તેનો પાનકાર્ડ બનાવી બેંકમાં ખાતું ખોલાવ્યું હતું.

બાદમાં લિંબાયતના હિરાલાલને મૂળ માલિકના નામે પ્લોટ 13 લાખમાં વેચી માર્યો હતો. સુજીત પાટીલે બોગસ દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરી હતી. ભોગ બનેલા હિરાલાલ બડગુજરે ફરિયાદ આપતા ગોડાદરા પોલીસે જમીન દલાલ કનૈયાલાલ ચાંગાવાલા (રહે. વીરદર્શન સોસા, પરવટગામ) અને સુજીત પાટીલ (રામી પાર્ક, ડિંડોલી) ની ધરપકડ કરી છે. અમીનુદ્દીન શેખ અને ડમી મહિલા ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...